________________
શાંતસુધારસ સર્વને અનિત્ય કહેવામાં એક વાત ખ્યાલમાં રાખવાની છે. આત્મા પોતે નિત્ય છે તે તેના ગુણની દષ્ટિએ, પણ એના પર્યાયે સર્વ પલટાયા જ કરે છે. આપણે જે શરીર જોઈએ છીએ તે તેના પર્યાય છે તેવી જ રીતે સર્વ ચીજોના પરમાણુઓ નિત્ય છે પણ એના અાકાર, એના ૭ ધના રૂપો પલટાયા કરે છે અને તે નજરે સર્વ વસ્તુઓ અનિત્ય છે આપણે શરીર અને વસ્તુઓ, ભાવો અને આવિષ્કારો સાથે સબંધ છે, તેની વિચારણા કરીએ છીએ અને તેમા જ મૂઝાઈ જઈએ છીએ, એ વાત ધ્યાનમાં રાખવાની છે
પણ આ વાત કરતા ગભરાઈ જવાનું નથી, અનિત્યતા જાણે રડી પડવાનું નથી, અસ્થિરતા વિચારી ગાડા ઘેલા થઈ જવાનું નથી ક્ષણભંગુરતા સમજી આપઘાત કરવાને નથી, પણ એને વિચાર કરી એમાથી નિત્યથાયીભાવ સાપડે એવો માર્ગ શોધવાનો છે. એ માર્ગ શોધકને મળે છે ભાવનાનું કાર્ય તે વસ્તુસ્વરૂપે પ્રગટ કરવાનું છે, એ થયું એટલે એને પ્રદેશ પૂરો થાય છે પ્રગતિ માટે વસ્તુનું બરાબર ઓળખાણ કરવું એ જરૂરી છે. ગ્રંથકર્તાએ ઉપદઘાતમાં જણાવ્યું છે તેમ ભાવના વગર શાંતસુધારસ જામતો નથી અને એ રસ વગર જરા પણ સુખ નથી આ સર્વ હકીક્ત ધ્યાનમાં રાખી ખૂબ વિચાર કરે, સારી રીતે ઊંડા ઊતરે અને પ્રયાસ કરી સાચા સુખને સાદો માર્ગ પકડી લે.
ચિદાનંદજી મહારાજે જ ગ–કાફી રાગમાં આ વાત બહુ અસરકારક રીતે બતાવી છેતેઓ કહે છે કે –
જુઠી જુઠી જગતકી માથા, જિને જાણું ભેદ તીને પાયા જૂઠી તન ધન જેવા મુખ જેતા, સહુ જાણ અથિ સુખ તેતા; નર જિમ બાદલકી છાયા, જૂઠી જૂઠી જગતની માયા. ૧ જીને અનિત્ય ભાવ ચિત્ત આયા, લખ ગલિત વૃષભકી કાયા; બૂઝે કરકંડ રાયા, જૂઠી જૂઠી જગતકી માયા. ૨ ઈમ ચિદાનંદ મનમાંહી, કછુ કરીએ મમતા નાંહી;
સદ્દગુરુએ ભેદ લખાયા જૂઠી જૂઠી જગતની માયા, ૩ અર્થ સ્પષ્ટ છે એમાં કરકડુ રાજાની વાત કરી છે તે મજાની છે એ પ્રત્યેકબુદ્ધ થયા જેઓ કઈ વસ્તુ જોઈને બોધ પામી જાય છે તેને “પ્રત્યેકબુદ્ધી કહે છે એક વૃષભ-અળદ જુવાન હતો ત્યારે આખા શહેરમાં ફરતો, હાલતો અને કઈકને પાડી દેતે આખા શહેરમાં એનો ત્રાસ હતો થોડા વર્ષ પછી એ ઘરડો થયો, દુર્બળ થયો, એના શરીર પર માખીઓ બણબણવા લાગી, એ ચાલતા લથડવા લાગ્યા અને એનો મદ દૂર નાસી ગયો એવા પ્રબળ ગોધાની આ દશા જોઈ કરકંડુ રાજાને શરીરની અસ્થિરતા, યુવાનીની છોળ અને મદની ભ્રામકતાનું ભાન થયું અને અનિત્ય પદાર્થ પરનો રાગ ચાલ્યો જતા રાજપાટ છેડી એણે અતરાત્માને શોધવા માર્ગ લીધે આ જુવાનીને જેવો ચટકો છે એવી જ અસ્થિરતા સાસારિક સવ પદાર્થો, સબ છે અને ભાવોની છે.