________________
અંનત્યભાવને
તેઓશ્રી આખા અનિત્યભાવનાના વિષયને ઉપસંહાર કરતાં માલિનીવૃત્તમાં સુંદર ભાવ પ્રકાશિત કરે છે
गगननगरकल्पं सड्गम वल्लभानाम्, जलदपटलतुल्यं यौवनं वा धन वा। सुजनसुतशरीरादीनि विद्युच्चलानि,
क्षणिकमिति समस्तं विद्धि संसारवृत्तम् ॥ “સ્ત્રીઓને સ બ ધ આકાશનગર (કલ્પિત) જે છે, યૌવન અને ધન વાદળાના રંગ જેવા છે, સગાં, છોકરા અને શરીર વીજળી જેવા ચચળ છે અને ટૂંકામાં કહીએ તે આ આખી દુનિયાની સર્વ ચીજો અને ભાવે ક્ષણિક છે” આવો તત્ત્વગવેષકનો મત છે આપણે ખરી નજરે જોઈએ તો આપણને એ જ આકારમાં સર્વ સ બ છે અને વસ્તુઓ દેખાય છે વાત એ છે કે આ પ્રાણીને આખ આડા કાન કરવા છે અને કાઈ જણાઈ જાય તો જાણે પિતનો વારો આવશે ત્યારે ગોટે ચાલ્યા જશે એમ એ મનડાને મનાવી લે છે અને
જ્યારે હાથ નીચા પડે છે અને શરીર અશક્ત બને છે ત્યારે એનો ઉપાય રહેતો નથી. પછી એ “વિલ” કરીને આવતા ભવ માટે નાણાના રેકાણ કરવા મ ડી જાય છે, એમાં પણ એને ધન પર પ્રબળ મોહ છે. એનું ચાલે અને આવતા ભવમા રૂપીઆના ચાર આના રેકડા મળે તેમ હોય તો છોકરાને ૨ખડાવીને એવી ચિઠ્ઠી પોતાની સાથે લેતે જાય, પણ તેવો ઉપાય ન હોવાથી નાણાનું રોકાણ આશાએ કરે છે અને આ આશા એ જ એનો નાશ કરનારી ચીજ છે.
છેવટે આ સર્વ છોડવાનું જ છે, ગમે કે ન ગમે પણ અતે સર્વ પારકું છે અને તેટલા માટે વિલથી આપેલા ધનની ખબર છાપામાં આવે છે ત્યા મથાળે લખેલુ હોય છે કે other people's money “પારકાના પિસા.” આ વાત ન ગમે તેવી છે, પણ ખરી છે. દલપતરામ ગાઈ ગયા છે કે –
માખીઓએ મધ કીધુ, ન ખાધું ન દાન દીધું;
લૂંટનારે લૂ ટી લીધુ રે ' ઓ જીવ જોને. ? , આ વાત ખૂબ વિચારવા જેવી છે એટલા માટે આ પ્રાણીને કહે છે કે જેની ખાતર તુ મૂઝાય છે – ફિકર-ચિતા કરે છે તે સર્વ ફેકટ છે વસ્તુ કે સ બ ધ અલ્પ કાળના છે અને તારી મૂઝવણ અસ્થાને છે. આ રીતે સસારના સર્વ સ બ છે અને પદાર્થોની અનિત્યતા વાર વાર વિચારવી. એમાં ઊંડા ઊતરવું અને વસ્તુના અને આત્માના પર્યાય બરાબર ઓળખી તેની સાથે તેને યોગ્ય કામ લેવું જેથી અત્યારે મૂઢમા ગણતરી થયેલી છે તે ફરી જઈ સમજુમા ગણાવાની તક મળે અને સાચી સમજણ–વિવેકને યોગ્ય સ્થાન મળે. અત્યારની દેડાડ, તાલાવેલી, ધમાલ અને લમણાઝી ક સર્વ બેટી છે, થોડા વખત માટેની છે અને પરિણામે મેટી આપત્તિ વધારે તેવી છે, માટે ખોટે મૂ ઝા નહિ, બે ફસા નહિ અને ખેટાની ખાતર રખડ નહિ.