________________
અનિત્યભાવના
પ૭
એમ ખાતરી મળી છે? મહાવિગ્રહ પછી ઘણાના એક ભવમાં ત્રણ ભવ થતા તે જેયા, ક ઈકના મગજ ખસી ગયા અને કઈકના શરીર ઘસાઈ ગયા–એ તે નજરે જોયુ અને છતા હજુ તુ આંખો બંધ રાખીને વૃકે જ જાય છે તે કેના ઉપર ? અને શાને માટે? તને વિષયોમાં મજા આવે છે? તુ તેનું સ્વરૂપ વિચારી જે. એમાં મજા જેવું કાઈ નથી એ તો વસ્તુઓના ઢગલા અને માયાના પૂતળા છે. એમાં તારા જેવો અને તે સુખનો ઇચ્છિક મજા માણે તે તારા ગૌરવને શેભતી વાત નથી. તુ એ પ્રશ્નને સાધારણે દુનિયાદારી નજરથી ન જે જરા ઊડે ઊતર. તારા જેવા ગૌરવશાળી આત્માને આ શોભતી વાત નથી. ક્યા હાથ નાખે છે? ક્યાં કાન માંડે છે ? ક્યા નજર દોડાવે છે ? એમાં શું સુખ છે? કેટલું છે? ક્યા સુધી ચાલશે?
જો તને એ સુખ હમેશ માટે નહિ તે પણ ઘણો વખત ચાલે તેવું લાગતું હોય તો તે તેમાં મજા કરી લે, પણ વિષયના સુખ તો એક મિનિટ પણ ચાલે તેવા નથી ખાધું એટલે ખલાસ થયુ ' ગળા નીચે ઊતર્યું એટલે પછી તે દૂધપાક હોય કે ઘેસ હોય–સર્વ સરખુ જ છે અને તારા જેવો સમર્થ આત્મા આવા કીચડમાં પગ નાખે છે એ તને શોભતી વાત થાય છે ?
. જે આવી અવ્યવસ્થિત સ્થિતિમાં ચાલ્યો જઈશ–આગળ વધીશ તો શરીર છૂટશે ત્યા સુધી આશા તો છુટવાની જ નથી અને આયુષ્ય પૂરુ થશે ત્યા સુધી પાપબુદ્ધિ જવાની નથી. ત્યારે શુ તુ આમ ને આમ ચલાવ્યે જ જઈશ? અને અતે ઘસડાઈ જવાની જ તારી ઇચ્છા છે? ક્ષણિક સુખ ખાતર તુ કેટલો ભોગ આપે છે તેને વિચાર કર. આ મનુષ્યભવ તને મહામુશ્કેલીઓ મળ્યો છે તેને અસ્થિર પગલિક પદાર્થો અને મનના માનેલા સ બ ધે ખાતર ગુમાવી દે એગ્ય ન ગણાય. કઈ સ્થાયી ચીજ મળે તે ખાતર–તે માટે પ્રયત્ન કરે ઘટે. પણ અત્યારે તું શું કરી રહ્યો છે? ત્યા તારા જીવનનુ જ ઠેકાણું નથી ત્યા તુ શેના ઉપર અને કેને માટે આ સર્વ રચના કરી રહ્યો છે ? અને આ સર્વને મૂકીને જવાનું છે એ વાત ચેકસ છે ગમે કે ન ગમે પણ મરવું તે પડશે જ, ત્યારે પછી આટલા ટૂંકા સમયમાં કોઈ એવું કરી લે કે જેથી આ સર્વ રખડપટ્ટીને છેડો આવી જાય
- આખા જીવનની ચાવી સમજવાની જરૂર છે, સમજીને છૂટી જવાની જરૂર છે, નહિ તે આ ચકચૂહ એવો મડાણો છે કે એમાથી નીકળવાના પ્રયત્ન કરતા એમાં તુ વધારે વધારે અટવાઈશ. ખૂબ વિચાર કરી સાચા માર્ગ પકડી લઈશ તો જ તને આ ચક્કરમાથી બહાર નીકળી જવાને માર્ગ સાપડશે
તેને માર્ગ એ જ છે કે એ ચક્કરને બરાબર ઓળખી જવું, એમા ઉપર ઉપરના નેહ, બેટા પ્રેમાલિ ગને, મોટે મોટેથી રુદન એ સર્વને ઓળખી જવું, વસ્તુઓ સાથેનો સ બ ધ બરાબર વિચારો અને શરીર પણ ક્યા સુધી કામ આપશે તેની કિમત કરી લેવી શરીરને બને તેટલો લાભ લે, પણ એની ખાતર મુદ્દાનો ભેગ આપો નહિ