________________
૫૪
શાંતસુધાર
ઉપર એને કાઈ પ્રેમ છે ? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે, જગતમાં જાણીતી છે, તારી પાસે પ્રકટ ખડી થઈને ઊભી છે અને તને આમ ત્રણ કરીને વિચાર માટે બોલાવે છે. જે તને કઈ ઉપાય સૂક્યો હોય અથવા તને યમરાજે ખાતરી આપી હોય તો અમારી સર્વ વાત ફેકટ છે, પણ નહિ તે એક દિવસ આ સર્વ છેડી ચોક્કસ જવાનું છે અને અત્યારે માત્ર સવાલ એની હથેળીમાથી મુખમાં પડવા પૂરતો જ બાકી રહે છે.
આ અત ન આવે તે ઉપાય જ અને યમરાજના પાસમાંથી છૂટવાના દાર શોધી રાખ પણ તે તે આખે જુદો રસ્તો છે. એના માર્ગો છે, પણ તે તારે શોધીને તૈયાર કરવાના છે. પરંતુ અત્યારે જમરાજા આવે તે તુ જવા તૈયાર છે? આમ જમરાજાનું નામ આવે ત્યા હો શુ કામ બગાડી નાખે છે જે સ્થિતિ ચેકસ થવાની છે તેના નામથી પણ અમાંગળિક થતુ હોય એવા ઘેલા શુ કાઢે છે? ત્યારે જરૂર જવું જ છે અને એ વાત જીવવા જેટલી જ એક્કસ છે ત્યારે પછી આ ફફડાટ શા માટે કરી રહ્યો છે ?
એક વાત સમજીને સ્વીકારી લે અને તે એ છે કે યમરાજ કેઈને મૂકતા નથી, કેઈને એણે છોડવા નથી અને તુ કદાચ એમ માની લેતા હો કે તારા સંબંધમા એ અપવાદ કરશે તો તુ ભારે ગફલતીમાં રહે છે મેટા માધાતાને પણ એણે છોડ્યા નથી અને આખી પૃથ્વીને ધણધણાવનાર પણ એની આગળ નમી એનો કોળીઓ થઈ ગયા છે કેઈ અમરપટ્ટો લબાવીને આવ્યું નથી અને તુ ખાલી ગર્વ કર નહિ તારે પણ તે એ જ માર્ગ છે એમ સમજી, ગણી, વિચારી તારા જીવનની અનિન્યતા સમજી લે અને તે વાત ધ્યાનમાં રાખી તારી બાજી ગોઠવ
૮. પિતાના વૈભવ અને પરિવારની ચિતા નકામી છે, જીવતર ક્ષણભંગુર છે, વિષયસુખ ચાલી જનાર છે, જુવાનીના રંગ થોડા વખતના છે, ઘડપણને ચાળા હસવા જેવા છે, દેવોના સુખ પણ અતે પૂરા થવાના છે, સાથે રમનારા અને વિનોદ કરનારા પણ ચાલ્યા ગયા છે સર્વ ભાવે દરિયાના મેજ જેવાં છે અને સ્વજન-ધનને સ બ ધ ઈદ્રજાળ જેવો છે અને જમરાજા તો ગળક કરતો જ જાય છે. ગભરાઈ ગયા, મૂઝાયા, ફસાઈ ગયા ! હવે શું કરવું ? ક્યા જવુ ? કેમનો આશ્રય શોધવો? લેખક મહાશય કહે છે –
ભાઈ ! તારું પોતાનું આત્મસ્વરૂપ જે, તુ ઊંડો ઊતર એ સચ્ચિદાનંદમય છે આ શબ્દમા ત્રણ હકીકત છે “સત્ ', “ચિત” અને “આન દ”. જગત્ સર્વ મિથ્યા છે, સ બ ધ સર્વ ખોટા છે પણ આ પરમાત્મસ્વરૂપ આત્મા સત્ છે એ ત્રણ કાળ રહેવાનો છે-હતો, છે અને રહેશે ઉપર જે અનિત્ય ભાવ, સબ છે અને સગો યા તેની બરાબર સામે મુકાયા એવો નિત્ય-સત આમા એના મૂળ સ્વરૂપમાં છે. માયા, ઈદ્રજાળ કે સ્વપ્નવત્ જગત સામે આ ખરે “સત્ ” છે * એ ત્રિકાળ સત્ નિત્ય છે એટલું જ નહિ પણ “ચિત ” છે, જ્ઞાનમય છે, જ્ઞાનથી ભરેલો છે, પ્રકાશ સ્વરૂપ છે, અને ભૂત, ભવત્ તથા ભાવી સર્વ ભાવને જાણનાર છે. એની જ્ઞાનશક્તિ