________________
શાંતસુધારસ
HIT
બતાવી, ચોકમાં થોડે પાઠ ભજવી પાછે અસ્ત થઈ જાય છેઘણા તો ફૂટતા ન આવડતુ હોય તે વચ્ચે આવ્યા વગર પણ વિસરાળ થઈ જાય છે, એ વચ્ચે આવે કે ન આવે પણ એ વિસરાળ થઈ ગયા પછી દુનિયાને બીજી એટલી ખટપટ હોય છે કે એનું શુ થયુ અને ક્યા ગયા ? તેની વાત પણ કઈ યાદ કરતુ નથી
એવી રીતે ભાગેલા ટેબલને કે સડીને પડી જતા ઝાડને કોઈ સ ભારતું નથી અને ભાગેલ ફરનીચર “ભ ગારીને ભાવે વેચાય છે કઈ પણ જીવતા પ્રાણી કે અચેતન પદાર્થની આ સ્થિતિ છે. હવે એના ઉપર તે મોહ શો કરશે અને એની ખાતર બધું હારી કા જવું?
આપણા સગાસ્નેહી અને ધનનો સબંધ છે તે તો નાટક જેવો છે. કેઈ ચમત્કારથી રાજઋદ્ધિ કે નગરઉદ્યાન બતાવે તેને ઈદ્રજાળ કહે છે આપણા નાટક કે સિનેમા પણ એજ મિસાલના છે. સગાઓ સાથેનો સ બ ધ પંખીના મેળા જે છે જુદી જુદી દિશામાથી આવી રાત્રે એક ઝાડ પર બેઠા, સવાર પડી કે સૌ સૌને રસ્તે પડી જાય છે ધર્મશાળામાં વટેમાર્ગુઓ એકઠા મળે અને વખત થાય એટલે ચાલવા માડે-એ આ સર્વ ખેલ છે એ ખેલ ચાલે તેટલે વખત તો ખેટ છે એ વાત બાજુએ રાખીએ છીએ, પણ કાયમ રહેવાને નથી એ વાત તમારા ધ્યાન પર અત્ર ખાસ ઠસાવવાની જરૂર છે.
આવા ચેતન, અચેતન પદાર્થો પર કે સ્વજન-ધનના મિલન પર જે રાચીમાચી જાય, જે એની ખાતર શુ શુ કરી નાખે, એને રડતા જોઈ મૂઝાઈ જાય, એને જતા જોઈ પેક મૂકી રડવા બેસે, એને નાશ થતો જોઈ નિસાસા નાખે એ તો ખરેખર “મૂઢ ગણાય-ભૂખ ગણાય. એવા તદ્દન અસ્થિર-થોડા વખત રહેનારાના તે વળી ભરોસા હેય? અને તેના ઉપર મુસ્તકીમ રહીને તે કેાઈ ગણતરી કરાય ? ગીતની શરૂઆતમાં “મૂઢ’ શબ્દ આ પ્રાણી માટે વાપર્યો છે તેનો અત્ર ખુલાસો થાય છે. આ પ્રાણ બીજા મનુષ્ય માટે અથવા પદાર્થો માટે પાતળો થઈ જાય છે કે લાલચોળ થઈ જાય છે એ એનું અજ્ઞાન છે ઓળખવા યોગ્ય વસ્તુને જે ન ઓળખે તેને મૂઢ કહેવામાં આવે છે. આ પ્રાણું સમજવા ધારે તે સમજી શકે એવી તેની સ્થિતિ છે છતા પણ તે સમજવા માગતો જ નથી, અને તેથી એ પિતાને મૂઢ સ્વભાવ વ્યક્ત કરે છે સમજુ પ્રાણી આવા અક્કસ ભાવો અને સંગમે પર મદાર બાધતો નથી
૭. જીવનની અસ્થિરતા ત્રણ પ્રકારે બતાવી (૧) શરૂઆતમાં આયુષ્યને પવનના તર ગ જેવુ ચપળ કહ્યું, (૨) કુશના છેડા પર રહેલા પાણીના બિદુ સાથે જીવનને સરખાવ્યું અને (૩) છઠ્ઠા ગેયપદ્યમાં મિત્રો અને સબંધીને રાખ થતા જોઈ તેમાથી અકલ લેવા કહ્યું. હવે એ વાત સીધા શબ્દોમાં છેવટની કહી દે છે –
મરણને જ્યારે પુરુષાકાર રૂપ આપવામાં આવે છે ત્યારે તેને “જમ અથવા “યમ” કહેવામા આવે છે સસ્કૃતમાં એને કૃતાત” પણ કહે છે એટલે જે અંતને કરે તે કૃતાત