________________
૫o
શાંતસુધારસ ગયે હશે, હૃદય ખાલી કરવાના સ્થળ જેવા વિશ્વાસુ મિત્રો ગયા હશે, રળીને રોટલા ખવરાવનાર દીકરા ચાલ્યા ગયા હશે, ઇંદ્રાણીને યાદ કરાવે તેવી પુત્રીઓ ગઈ હશે-કઈક કઈક ગયા હશે અને તેમને લોડાની રાહે ઉપર જાતે મૂકી આવ્યા હશુ
પ્રત્યેક પ્રાણીને અનેક વહાલાને વિયોગ થયો હશે અને કંઈકના સબ ધમાં તે દિવસ ગણતા માસ ગયા, ને વરસે આતરીઆસુત ભૂલી સાહિબા, ને નામે વિસરીઆ’ જેવું પણ બન્યુ હશે અત્યારે ગયેલાના ચહેરા પણ સભારતા યાદ આવતા નહિ હોય અને કેકના નામ પણ ભુલાઈ ગયાં હશે.
આ અત્યંત વહાલા, દિલોજાન પ્રિય, પૂજ્ય કે પ્રતાપી ગયા, તેમને સ્મશાનમાં મૂકી આવ્યા. તેમની કાયા અગ્નિમાં જળી અને તેની રાખેડી થતાં જોઈ અને છતા તુ હજુ છાતી કાઢીને, મૂછને મોગ લગાવીને, આળ પર ચમાં ચઢાવીને, કાનમાં અત્તરના પૂભડા ઘાલીને ચમચમ અવાજ કરતા બૂટ પહેરીને. ટોપીને વાકી મૂકીને, હાથમાં સીગારેટ લઈને ચાલે છે અને જાણે કદી મરવુ જ નથી, જાણે બીજા સર્વ ગયા પણ તુ તો અમરપદ્દો લખાવી લાવ્યો છે એમ ધારે છે ! તને શુ કહીએ ? તારી કયા શબ્દોમાં વાત કરીએ ? તારે માટે છે તેલ બાધીએ ?
તું તે જાણે થોડા-ઘણા વૈભવને તારો માની બેઠા છે અને નાનકડી તારી દુનિયાને રમાડવાનો ઈજારો સદાકાળ માટે લઈને બેઠે છે અને તારાં આ સો-પચાસ વરસ માટેના ધર્મશાળા જેવા ઘરને “ઘરનાં ઘરે માની બેઠા છે અને મનમાં માને છે કે બીજા ભલે ગયા, પણ આપણે તો ગાટ ચાલ્યો જશે વીશ વર્ષનો થાય ત્યારે ચાળીશ સુધી જીવીશ એમ માને છે, પણ સાઠનો થાય ત્યારે સિત્તર ઉપર ધ્યાન રહે છે અને મુખેથી જિદગીની અસ્મિતાની વાત કરતો જાય છે, પણ ઊંડાણમાં ખાતરી હોય છે કે પિતે હજુ દશ–વીશ વર્ષ તો જરૂર કાઢી નાખશે સિત્તેર–એ શી વર્ષના પણ એવી જ આશામાં રહે છે કઈ પણ વ્યક્તિને કાર્યક્રમ લેશે તો તેમાં પણ પાચ-દશ વર્ષની હયાતીને હિસાબ જરૂર હોય છે. તાવ આવે ને ઉપડી જતા અન્યને જુએ, પ્લેગ-કેલેરાના કાળા કેર જુએ, ક્ષયના ઘસાઇ જુએ. લકવાના પક્ષ-આઘાત દેખે, હાર્ટ ફેલ થતા દેખે, પણ એ સર્વ બીજા માટે? એને અદરથી ખાતરી છે કે આપણને એ વાત સાથે લેવાદેવા નથી આપણું તો જરૂર આમ ને આમ ચાલ્યુ જશે. એ ભાવ વય વધવા સાથે વધતું જાય છે અને ઘડપણમાં તો આખું શરીર ઘરડુ થાય છે, પણ Íવના ઘના જ કર્થીકીર્થતિ (જીવનની અને ધનની આશા તો ઘરડાને પણ ઘરડી થતી નથી.)
હવે આવી તારી વિચિત્ર માન્યતાને શુ કીએ ? આંખો ઉઘાડી રાખી હાથે કરી ખાડામાં પડે એવા પઠિતમુખને શું ઉપદેશ આપીએ ? તેઓ માટે (ગ્રંથકર્તા કહે છે કે, એક જ શબ્દ છે-તેઓના આવા પ્રમાદને ધિક્કાર છે!