________________
શાંતસુધારસ
એવા ડોસાઓના કેસ પણ કેરટમાં આવ્યા કરે છે ઘડપણની અસર શરીર ઉપર થાય ત્યારે મનનો માર્ગ કેટલો વધારે મોકળો બને છે તેની ઉપર તો મોટા નાટકો લખાય તેમ છે.
એક પ્રશ્ન વિચારવા જેવો છે. આપણે જુવાનીને ગદ્ધાપચીશીટ ઉપર કહી પણ જિદગીમાં એથી પણ વધારે ભયને સમય ચાળીસથી પચાસ વર્ષ લગભગમાં આવે છે. જુવાન માણસ વિરહ સહશે, પરદેશ ખેડશે અને અગવડો બમશે પણ આધેડ વચે માણસને સર્વ ચાલી જતુ –હાથમાંથી સરી જતુ લાગે છે એને આ ભોગવી લઉ કે પેલુ જોગવી લઉં એમ થનગનાટ થયા કરે છે અને તેથી જુવાની ઊતર્યા પછીની અને તદ્દન ઘડપણ આવી ગયા વચ્ચેની વય વધારે જોખમકારક હોઈ ખાસ સભાળવા લાયક છે એવો મત હાલમાં વધારે જોર પકડતો જાય છે
અહી આપણે વિચારવાની વાત એ છે કે વિષય તો જરૂર જવાના છે, છોડી દેવા પડવાના છે પણ કામદેવ આ પ્રાણીને તદ્દન ખરખર બોરડી જેવી સ્થિતિએ પહોચ્યા છતા પણ નચાવે છે, ફ્લાવે છે અને તેની પાસે ચાળા કરાવે છે. અનિત્ય પદાર્થ પરની આ રુચિનુ વધારે વર્ણન પણ કરતા શરમ આવે તેમ છે વસ્તુ સ્વરૂપ સમજવું હોય તેણે આવી મૂર્ખતાભરેલી દશા પણ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
૪. એક બીજી યુક્તિ રજૂ કરી અનિત્યભાવ બહુ સુંદર રીતે લેખકશ્રી રજૂ કરે છે. દેવતાઓને રળવા-કમાવાની ખટપટ નથી, અમૃતપાન કર્યા કરે છે નાટકો જુએ છે, લીલોતરીથી આખોને તૃપ્તિ આપે છે, અમૂલ્ય રત્નોથી પ્રકાશ પામે છે એકસરખુ સુખ દેવાગનાઓ સાથે ભેગવે છે અને આખો વખત ક્રીડા, આનદ અને રળવાની ફિકર વગરનુ સુખી જીવન ગાળે છે. દેવોને દુ અને ખ્યાલ પણ આવતા નથી ત્યા જીવનકલહ નામને પણ નથી વળી એમના આયુષ્ય ખૂબ મોટા હોય છે ભુવનપતિના દેવે પણ એક સાગરોપમ જીવે છે, બાર દેવલોના દે તેથી વધારે સાગરેપ અનુભવે છે અને અનુત્તરવિમાનમાં સર્વાર્થસિદ્ધના દેવેનું આયુષ્ય ૩૩ સાગરોપમનું હોય છે
એક સાગરોપમ શું તેનો ખ્યાલ કર્યો હોય તે કરોડો, અબજો, પર્વ અને નિખર્વ વએ પણ એને પાર આવે તેમ નથી. આવુ સુખ દે આટલા લાંબા વખત સુધી ચાલુ રીતે વગરસ કેચે અને વગર ખલનાએ ભેગવે છે પણ એમાં મજાની વાત એ છે કે આ તે તેને છેડે આવે છે કરડે વર્ષ સુખ ભોગવ્યા પછી અને ત્યાથી બીજે મનુષ્ય કે તિર્ય ચમાં જવું પડે છે, ગર્ભમાં ઉત્પન્ન થવું પડે છે અને પછી તો એકડે એકથી નવી બાજી મંડાય છે
હવે તારી સાસારિક કઈ ચીજ દેવતાના ઓછામાં ઓછા આયુષ્ય સમય જેટલી પણ ચાલે તેમ છે? અરે! એવુ દેવતાનુ સુખ પણ અતે પૂરું થઈ જાય છે ત્યારે તું તે શેમા રામા રહે છે? તુ જરા ઊંડે ઊતરીને વિચાર કર. આ એક નાનકડી ઓફીસ કે દુકાન મળી કે પાચ-પચીસ વીઘા જમીન મળી કે નાનુ –મોટુ રાજ્ય મળ્યું તેમાં વન્યુ શું? અને તે પણ કેટલા વર્ષ પછી તો મૂકીને જવું પડે અને પછવાડે લડાઈ કકાસ કે કોર્ટના કિસ્સા