________________
૪૪
શાંતસુધારસ
જાતને વિનય કહીને સંબોધી શકીએ વિનય શબ્દ જ્યાં જ્યા આવે ત્યાં ત્યાં આ અર્થ પ્રત્યેક સ્થાને સમજી લેવો
૧. તે અત્યારે પાચે ઈદ્રિયના વિષયો સાથે દોસ્તી બાધી છે. તેને સારુ સારુ ખાવાનું મળે ત્યારે તુ સુખ માને છે, તુ સુ દર સ્ત્રી સાથે વિષય સેવવવામાં લહેર માણે છે, તું ભ્રમરની પેઠે જે તે ફૂલ ઉપર બેસી તેનું મધ ચાટવામાં મજા માણે છે, તું દૂધપાક–પૂરી કે રસ–રાટલી મળે ત્યારે સબડકા લેતા અમૃત પીતે હોય એમ ગણે છે, સુદર રૂપ જોવામાં તારી આખોનું ફળ મળતું હોય એમ તને લાગે છે, ઓપેરા ચાલતા હોય કે વાજિંત્રના સૂર જામ્યા હોય ત્યારે તારા કાન તૃપ્તિ માને છે. આવી રીતે તે પાંચે ઈદ્રિયનાં સુખની સાથે ગાઢ સ બ ધ માન્ય છે, જો કે એ ઇન્દ્રિયના વિષયની સેવામાં વાસ્તવિક રીતે જરા પણ સુખ જેવું છે જ નહીં એ તને બતાવાય તેમ છે. તે વિચાર કર્યો હોત તો તને સમજાય તેમ પણ છે, પણ એ તે દૂધપાક ખાધા પછી કે સ્પર્શસુખ ભેગાવ્યા પછી તુરત વિચાર કર્યો હોય તે જ સમજાય. તારે માટે હજુ એ વાત આગળ ઉપર હાથ ધરીએ. પણ જેને તે સુખ માન્યું છે, જે સુખ સાથે તે દસ્તી બાંધી છે અને જે સુખ મેળવવા તુ હાય-વરાળ કાઢે છે, ધમાધમ કરે છે અને જોખમ ખેડે છે તેને જરા થડા વખત માટે સુખ માની લઈને ચાલીએ તો પણ તે સુખ કેવું છે? કેટલું છે? તે જરા વિચાર કરીને તુ જે.
તે માનેલુ કેઈપણ સુખ જે. જરા ઊંડા ઊતરીને-વિચાર કરીને બરાબર તપાસજો. એ સુખ કેટલા વખત સુધી ચાલે તેવું છે તે જ પ્રથમ તો વિચાર એમાં બે વાત છે. એક તો એ સુખ ઘણું જ છેડા વખતનુ છે અને હાથ તાળી દઈએ એટલી વારમાં નાશ પામી જનારુ છે એ બીજી વાત. દૂધપાક ખાધો, સબડકે લીધો, જીભને દૂધપાક અડ્યો, ગળે લા, પેટમાં ઊતરી ગયો–ખેલ ખલાસ! આમા મજા શી? કેટલા વખતની ? અને પેટમાં તો દૂધપાક હોય કે જેલને જાડો રોટલો હોય એ સર્વ સરખુ જ છે એનાથી પણ વધારે સ્ત્રીવનની વાત છે, પણ તેને ચિતાર આપણે સભ્યતા ખાતર ન ચીતરીએ, પરંતુ એમાં સુખ જેવું કાઈ નથી અને પછવાડેની સ્થિતિનો ખ્યાલ કરીએ તો અતિ તુચ્છ હીણપતભરેલી સ્થિતિ લાગે તેવી વાત છે. અરે આ તે સમજુની દશા હોય ? પાચે ઈદ્રિયના વિષયસુખે જેની સાથે તે અત્યારે જીવજાન દોસ્તી બાધી છે અને જેની ખાતર આખો સ સાર ર. છે તેમાં માલ શું છે ?
ઘોર અ ધારી રાત્રી છે, વાદળા ચઢયા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે એ વીજળીના ચમકારાને જેટલો વખત લાગે તેટલો વખત તારું માનેલુ સુખ ચાલે છે, લગભગ ક્ષણિક છે, આવ્યું ને લબઝબક થઈ પર્યવસાન પામી જાય છે અને નટડી નાચે ને ચાળા ચસકા કરે તેમ વીજળીના વિલાસના બરાબર અનુકરણ જેવુ તે છે. તેમાં તે તારે નિવાસ હેય? તેમા તે તારી સ્થિતિ હોય ? તેમા તે ઘરડકા લેવાય? તુ કેણ? કયા આવી ચો? અને કેવી ચીજમાં માથા મારે છે? એ શરીરની અંદરની વસ્તુઓ કઈ છે