________________
અનિત્યભાવના કારણ કે ધનની સ્થિતિ આ પ્રાણીએ કદી વિચારી નથી કદાચ જરા પણ ડહાપણ આવે છે તે તે પણ ઘણુ ખરુ વૈભવ ગયા પછી જ
ભાઈ ! આ પરિવાર અને ધન માટે તુ ફોકટ મૂઝાય છે. તારુ વર્તન જોઈને તને મૂઢ કહેવો પડે છે મૂઢ એટલે મૂર્ખ, અવિચારી પ્રાણી. તારા જેવો મહાન પ્રાણી થવા રોગ્ય આત્મા – તેને મૂઢ કહેતા ખેટ થાય છે પણ તે નીચેની હકીકત વિચારીશ ત્યારે તને લાગશે કે એ ઉપનામ તારે માટે સર્વથા ચગ્ય છે અને તેથી તે તાર ઉપનામનું પ્રત્યેક ગાથાને છેડે પુનરાવર્તન કરવું પડયું છે.
તુ સર્વને “તારું પિતાનુ ” માનીને – તેને “મારુ મારુ” ગણીને છાતી ફૂટયા કરે છે પણ બીજાની વાત બાજુએ મૂક, તારા પોતાના જીવતરને જ તપાસ. તારું શરીર કેટલું તારું છે? ક્યા સુધી તારુ છે? જરા જે. | | એક વન છે, એમાં વનરાજી ફાલીફૂલી રહી છે, એમાં દર્ભ (ડાભડો)નું ઘાસ ઊગેલુ છે, ઝાકળ પડી છે, ઝાકળના જળનુ એક ટીપુ એ દર્ભની છેડે વળગેલું છે. પ્રભાતનો પવન ફૂકાય છે-હવે ડાભના છેડા પર રહેલા પાણીના ટીપાને નીચે પડતા વાર કેટલી ? એ કયારે પડશે એ કહેવું તે કરતા એ કેટલો વખત ત્યા ટકશે એ વિચારવું જ બાકી રહે છે એ ટીપા જેવું આ જીવતર છે એ ટીપાની જેટલી સ્થિતિ કાયમ ગણવાની ધૃષ્ટતા કરાય તેટલી આ જીવનની સ્થિતિ કાયમ ગણવાની ઉદ્ધતાઈ ગણાય પડુ પડુ થઈ રહેલુ એ ટીપુ ગમે ત્યારે પડી જાય છે તે સમજાય તેવી વાત છે, પણ એ ત્યા અમુક વખત જરૂર ટકશે એવી ગણતરી ગણીને હિસાબ થાય ખરે? એવા ધોરણ ઉપર કોઈ રચના થાય ? અને એવી રચના જે કરે તે કેવો ગણાય ? એને માટે આ પ્રાણીને “મૂઢ કહેવાની છૂટ લેખકે લીધી જણાય છે અથવા એ ડાભના છેડા પર પડુ પડું થઈ રહેલું જળબિ ૬ અસાર છેસાર વગરનું છે, નિરર્થક છે, દમ વગરનું છે, એની વાતમાં કાઈ માલ નથી એવા ટીપાની કદાચ શેડો વખત ટકી રહે તો પણ, ઉપયોગિતા શી ? આવશ્યકતા શી? એમાં એને કે કેઈને લાભ શ? એ કયા પ્રકારના લાભની સંભાવના પણ કરી શકે ?
આગળ ચાલતા વિભવ અને પરિવારની ચિતામાં રહેલી મૂઢતા વિશેષ પ્રકારે બતાવવાની છે લેખકશ્રીના લયમાં આગળ વધ્યા જઈએ અને તેમ કરતા પ્રત્યેક ગાથાની આખરે આ ધ્રવપદ ફરીફરી બોલીએ.
આ ગ્રંથમાં “વિનય’ શબ્દ ઘણીવાર આવશે વિનય એટલે વિનિવર્તન, કોઈ આડોઅવળો ગયે હોય તેને ઠેકાણે લઈ આવવો તે “વિક્ય કહેવાય મોક્ષની અભિલાષા પણ વિનય કહેવાય, આબરૂવાળું વિશિષ્ટ પદ્ધતિસરનુ વર્તન વિનય કહેવાય. આ ગ્રંથના લેખકશ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે પિતાની સાથે વાતો કરી છે અને પિતાને ઉદ્દેશીને વિનય નામથી સંબંધે છે. એ સુદર શબ્દને બહુ સારે ઉપેગ લેખકશ્રીએ કર્યો છે, આપણે આપણી -