________________
અનિત્યભાવના
વિરસ થઈ જાય છે, જ્યારે દૂધ ફાટીને લોચા વળે છે ત્યારે એને નાશ થતે આપણે નજરે જોઈએ છીએ આવુ એક જ દિવસમાં બને છે. કોઈપણ ચરાચર પ્રાણી કે વસ્તુને લઈએ તે આમ જ થાય છે, છતા આપણુ મન સંસારને ચટક્યા જ કરે, છે એ એને વળગતું જ જાય છે, એ એને ચાટતુ જ જાય છેખરેખર, ચેતન તે કઈ ભારે જબરૂ છે ! એના ઉપર પ્રેત (Devil)ની અસર ખરેખરી જામેલી દેખાય છે! એ નજરે આ ખેલ જુએ છે, છતાં એના ઉપર કાંઈ અસર થતી નથી અને જાણે દુનિયામાં બીજાને ગમે તેમ થયું પણ પિતાનો ગેટે તે જરૂર ચાલ્યો જ જશે – આવી તુચ્છ ખેાટી ભ્રમણામાં પડી જાણી જોઈને સંસારમાં અટવાયા કરે છે, તેને વળગતુ જાય છે અને તેમાંથી સાર મળી આવશે એવા વલખામાં લાલચે એ ટ ગાઈ રહે છે એને સ સારો પ્રેમ છોડવો ગમતો નથી, છેડવાની એની વૃત્તિ નથી અને છોડવાના એના માર્ગો નથી એ અનિત્ય વસ્તુને ઓળખતું નથી, એના ઘરની ચીજોની કિમત જાણતુ નથી, એ આખ ઉઘાડીને જોતું નથી અને સ સાર સાથે લાગીવળગી રહી એના ઉપર રસ જરા પણ ઓછું કરતુ નથી એની સ સારની આસક્તિને ચિતાર આપે છે તો એમ જ લાગે કે એને અહીથી કદી જવાનું જ નથી અને એ તો જાણે અહી ઘરબાર કરીને બેસી ગયેલ છે. આવુ મારુ મનડુ છે. એ મનજીભાઈના તે ઘણા વખાણ કરવાના છે તે આગળ ઉપર યથાસ્થાનકે એકથી વધારે વખત થશે
હવે જે ગીત શરૂ થાય છે તે અને પછીના સર્વ ગીતો ઘણી દેશીઓમાં ગાઈ શકાય છેમુખ્ય નિદેશ પ્રત્યેક ગીતની નીચે નોટમાં થશે એને અસલ રાગ-રાગણીમાં પણ ગાઈ શકાય છે એની ગેયતા અદ્ભુત છે, રસમય છે અને ન બેસે તો જેને આવડે તેની પાસેથી યાદ કરી લેવા લાયક છે. પ્રત્યેક ગીત બહુ સારી રીતે ચાલુ દેશમાં ગાઈ શકાય છે. એની સ ખ્યા ૧૪=૧૬ ની છે અને દરેક અષ્ટક છે
.
!
છે