________________
શાંતસુધારા અંધારુ ઘેર ! મૃગતૃષ્ણાના ઝાંઝવા પાછળ દોડ્યા, સ્થાને જઈને જોયુ તો વાતમાં કોઈ માલ નહિ! ઈદ્રિયના વિષયેની આ ખરી સ્થિતિ છે “ચાર દહાડાનુ ચાદરડું અને ઘેર અંધારી રાત એ લોકોક્તિવાળી વાત છે
પ્રિય મિત્ર, વહાલી સ્ત્રી, સગાસબંધીઓ વગેરે સાથે મેળાપ પણ વખસખો છે, ટ્રકે છે, ઘેડા વખતને છે અને ખસી જનાર છે. એ પણ ઇજાળની કલ્પનાથી બનાવેલા નગર જેવા છે.
ત્યારે આ સંસારમાં આયુષ્ય ઘણુ ચંચળ છે, સંપત્તિ સાથે આપત્તિ વળગેલી છે, ઈદ્રિયના વિષયે ચપળ છે અને વહાલાનુ મિલનસુખ સ્વપ્ના જેવું છે ત્યારે સમજુ માણસે આમ આનદ ક્યા માનવો? આનદ માટે આપણે મહેનત કરી ધન મેળવીએ, પણ ત્યાં તે આપત્તિઓ સાથે જ આવે, છોકરાં કે સ્ત્રી વાતે ઘર વસાવીએ ત્યા તે એ કે આપણે ચાલ્યા જઈએ અને છેવટે આ જીવન પણ ઠેકાણા વગરનું અને ગમે ત્યારે રખડાવી પાડે એવુંત્યારે આ સ્થિતિમાં આનદ ક્યાથી મેળવો ? આન દ લેવા કેની પાસે જવુ? અને કયા શોધ ?
સુખ ક્યા છે? તેની શોધમાં આપણે નીકળ્યા છીએ સુખી થવું એ આપણી મનોકામના છે, પણ જેનાથી, જેની ખાતર, જેના વડે અને ત્યાથી સુખ મેળવવા માગીએ છીએ ત્યા તે દુખનો પાર નથી, આન દનું નામ નથી, સગવડનું કાણું નથી ત્યારે આ સર્વ થોડા વખત રહેનારા પદાર્થો અને સબ ધ ઉપર આનદ માટે આધાર રખાય? આ સંસારમાં કઈ વસ્તુ એવી છે કે જેમાથી અથવા જે દ્વારા પ્રાણી આનદ મેળવવા માટે પ્રયત્ન કરે?
શરીરની વાત કરી, સાસરિક પદાર્થો અને સબ ની વાત કરી. હવે સ્થળ ભાવની વાત કરી તેનું અ૫સ્થાયિત્વ વિચારીએ.
( ૩) સવારે જે કમળ આનદ આપે છે તે સાજે બિડાઈ જતા આનદ આપતું નથી યુવાન બળદ દોડતે હોય ત્યારે જે આનંદ આપે છે તે ઘરડો થઈ જાય ત્યારે પાજરાપોળે મૂકવા યોગ્ય થાય છે સપત્તિવાન-ધનવાનના જે પુત્રોને મળવામાં કે તેની ઓળખાણમાં આનદ કે માન મનાય તેની સંપત્તિ જતાં તેના સામુ જેવું ગમતું નથી નવી ખરીદેલી મટરની સ્પીડની વાતો કરતા મલકાનાર બે-ત્રણ વરસે એમાં કચડ કચડ થતુ સાંભળે છે ત્યારે એને બદલવાનો વિચાર કરે છે અથવા સ્કેપ (કચરા)ને ભાવે વેચી નાખે છે યુવાનીને રગ ઊતરી ગયેલ સ્ત્રી સામું જોવું ગમતું નથી. આ સર્વ દરરોજના અનુભવના વિષય છે. પ્રભાત અને તે જ દિવસ અહી અલ કારિક ભાષામાં સમજવાના છે. આજ-કાલે, સવારેસાંજે, એણ–પર “ એવા અર્થમાં એનો ઉપયોગ છે તે સુગ્રાહ્ય છે.
ચેતન પદાર્થોમાં સ્ત્રી, પુરુષ, અશ્વ વિગેરે સમજવાં અચેતન પદાર્થો તે મેટરગાડી, વસ્ત્ર, અલંકાર સમજવાં. આ ચેતન–અચેતન સ્થાવર-જંગમ પદાર્થો એક વખત અત્યંત આન દ આપે તેવા હોય, સુદર મનહર હોય, કાંતિથી પ્રકાશમાન હોય તે જ પદાર્થો જ્યારે પરિણામે