________________
અનિયંભાવના
૩૯ વળી તુ વિચાર કર. એ શરીર યૌવનના જોરથી ઉદ્ધત થયેલ છે. માતેલા સાંઢ કેમદઝરતા ગાડા હાથીનો ભરોસો શેર જુવાની માણસને ગદ્ધાપચીશીમા નાખે છે ત્યારે ભાન, વિવેક, વિચાર, સૌજન્ય, લાજમર્યાદા કે સભ્યતા ભુલાવી દે છે. જુવાનીના જેરમા-કામદેવના સાન્નિધ્યમાં પ્રાણી કેવા કેવા કામે – ચાળાઓ કરે છે તે તારે નવુ જાણવાનું નથી કેઈ પણ નવલ લે, એટલે તેને જણાઈ આવશે આવા શરીરને ભરોસે કેમ રહેવાય ? એ વાદળાની લીલા દર્શાવનાર ક્ષણભંગુર છે અને ચાલે તેટલો વખત જુવાનીના ચસકામા નાથ વગરના બળદ જેવુ અવ્યવસ્થિત છે.
સમજુ માણસને એ શરીર લાભકર્તા કેમ નીવડે ? પ્રગતિ કરનાર કેમ થઈ શકે ? એને આત્મવિકાસ કરનાર કેમ બનાવી શકાય ? એ વાત શેધી કાઢવી એમા આ જીવનયાત્રાનું સાફલ્ય છે. શરીર વસ્તુતઃ શરીર જ નથી, તારુ રહેવાનું નથી, છે પણ નહિ અને જુવાનીની પેઠે અવિનીત છે. એમાથી સાર કેમ કઢાય ? કાઢવાનો રસ્તો શોધી કાઢે તેનો અવતાર ધન્ય છે. બાકી એવા વાદળીઆ ૨ગ જેવા અવિનીતને આશરે પડી સબડક્યા કરે, એને ૫ પાળ્યા કરે તે ગમે તે હોય, પણ એને વિદ્વાન કે સમજુનું ઉપનામ તે ન જ ઘટે * તને સર્વથી વધારે વહાલા શરીરની વાત “થઈ. હવે તુ જરા આગળ ચાલ.
૪ ૨) પ્રાણીનું જીવન પવનના અસ્થિર તરગ જેવુ ચચળ છે. કાળને ઝપાટે ક્યારે આવશે ? કેટલે ટકશે અને ક્યારે ઊડી જશે ? એ કાઈ કહી શકાય નહિ આયુષ્યની દોરી તુટતા વાર લાગતી નથી અત્યારે છીએ, કાલે સવારે શું થશે તે કાઈ કહેવાતુ નથી જ કાને નજીકનાથ ! મતે વિજ વિ?િ એક આડી રાતમાં તો કઈક ચાલ્યા ગયા હસતા-રમતાને બહાર્ટ ફેલ થઈ જતાં જોયા.
સપત્તિની સાથે વિપત્તિઓ વળગેલી જ છે. આપણે તો દોડાદેડીના જમાનામાં છીએ, જેની મેટર દોડતી જોઈ એને દ્રામને આનો મળતું નથી એવા જોયા કટિવજેને નોકરી કરતા જોયા અને હષ્ટપુષ્ટ શરીરવાળાને ક્ષયની બીમારીમાં રગદોળાતા જોયા ધનની, શરીરની કે કઈ પણ પ્રકારની સંપત્તિ સાથે વિપત્તિ લાગેલી જ છે ધનવાન શેઠને ઇન્કમટેકસનો. ગોટાળે કરતા જેલની બીક લાગે છે અને વિશ્વાસઘાત ચોરી કરનારને જેલનો ભય માથે છે. સ્થાવરજ ગમ સર્વ વિભૂતિ ઉપર ભય રહેલ જ છે. એને મેળવતા ઉપાધિ, જાળવતા ઉમાધિ અને ' જાય ત્યારે કકળાટ એટલે સ પતિ સાથે વિપત્તિઓ પ્રથમથી જ વળગેલી છે
પાચે ઇન્દ્રિયના વિષ સ ધ્યાસમયે જેવાતા આકાશના ર ગ જેવા છે આકાશમાં સવાર -સાજ જુદા જુદા ર ગ થાય છે, તે થોડા વખતમાં ખલાસ થઈ (ઊડી) જાય છે ખાધુ અને પટમાં ગયું એટલે ખલાસ '' જોયું અને ચાલી ગયું એટલે ખલાસ | એ સર્વ વિષયો મૂકે વખત રહી ઊડી જનારા છે અને ગયા પછી હતા જ નહિ એવા થઈ જાય છે. સ્વપ્ન આવ્યું છે તેમાં સાચા મળ્યું, શેઠાઈ કરી, આખ ઉઘાડી અને ખેલ ખલાસ! ઈદ્રજાળથી નગર બન્યા, બાજી ખેચી લેવાણું એટલે સર્વ ખલાસ ! વીજળીના ચમકારો ઘ, ઝગઝગાટ થયો અને પછી