________________
શાંતસુધારસ
છે ભાવનાના ચાલુ અભ્યાસથી “શમ જાગે, એ વાત આ પ્રસ્તાવનામાં કરવાની છે. એ ક્યારે થાય તે સક્ષેપમાં હવે બતાવી, છેવટે આ ગ્રંથમાં કહેવાની ભાવનાને નામ-નિદેશ કરશે. અહી વાત એ કરી કે દુર્બાન કરનાર વિષયાસક્તના મનમાં અતિશય પ્રયત્ન હોવા છતાં સમભાવ મૂળીઆ પણ નાખતો નથી
૬. ઉપરના બ્લેકમ વિષયવાસનામાં પડી રહેલાની વાત કરી. એથી ઊલટી રીતે જે જ્ઞાનીને આશય વિવેકરૂપ અમૃતનો વરસાદ વર્ષાવનારે થઈ જાય છે તે પ્રાણીના સબ ધમાં લોકોત્તર સુખરૂપ ફળને આપનાર સદ્ભાવનારૂપ કલ્પલતા દૂર રહેતી નથી. મતલબ, એવા પ્રાણીને લોકોત્તર સુખ જરૂર પ્રાપ્ત થાય છે. બધી વાતનો આધાર અદરના આશય ઉપર છે. બાહ્ય દષ્ટિએ સમાન ક્રિયા કરનારને ફળમાં ઘણો ફેર પડે છે. બે પ્રાણીઓ દૂધપાક–પૂરી ખાતા દેખાય છે જેનારની નજરે એ બન્ને એક જ ક્રિયા કરે છે છતા એક મહામલિન કર્મ બાધતા હોય છે અને બીજો કર્મનો નાશ કરતો હોય છે. એક આવી પડેલ વસ્તુ ખાતા હોય છે, પણ એ શરીરને ભાડુ આપતે હોય છે અને બીજો અદરથી રસ જમાવી, સ્વાદ કરી, ગૃદ્ધ થઈ, ગીમારીને ખાતો હોય છે. એટલા માટે અદરનો આશય શુ વતે છે ? મન ક્યા છે? એ વાત પર ઘણો આધાર રહે છે
જે પ્રાણનો આશય ખાસ કરીને જ્ઞાનમય થયેલ હોય, અને જ્ઞાને કરી અદરના સૂક્ષ્મ ભાવ ઓળખવા જેટલી જેનામાં ચતુરાઈ આવી ગઈ હોય એ પ્રાણી જે વિવેકામૃતના વરસાદરૂપ પતિનો આશ્રય કરે તો પછી તેનાથી અસાધારણ લોકોત્તર પ્રશમસુખરૂપ ફળને આપનાર સંભાવનારૂપ કલ્પલતા દૂર રહેતી નથી. મતલબ, એને પ્રશમસુખ પ્રાપ્ત થાય છે. આમાં ટૂંકામાં નીચે પ્રમાણે વાત થઈ
૧ અંદરનો આશય જામ–સ્થિર થવો જોઈએ ૨ એ આશયમાં જ્ઞાનમય નિપુણતા ભળતી જોઈએ ૩ એવો નિપુણ આત્મા વિવેકને વરવો જોઈએ ૪ એવા વિવેકને વરેલા આત્માથી સદભાવના દૂર જતી નથી - ૫ પરિણામે લોકોત્તર પ્રશમસુખ એને જરૂર પ્રાપ્ત થાય છે. આ ભાવાર્થ સમજાઈ જાય તેવો છે
આ શ્લોકનો ભાવ બીજી રીતે પણ બેસે તેમ છે સદભાવનાસુરલતા હોય છે જે પ્રાણીને આશય વિવેકામૃતના વરસાદરૂપ રમણીય પતિનો આશ્રય લે છે તેને લોકોત્તર પ્રશમસુખની ફળપ્રાપ્તિ દૂર નથી, એને એવાં ફળની પ્રાપ્તિ તુરત થાય છે આ અર્થ સમીચીન જણાય છે. ભાવનાથી વિવેક લાવવાનો જે કમ આપણે સમજ્યા છીએ તે પ્રમાણે આ અર્થ ઠીક લાગે છે એ પ્રમાણે અર્થ કરીએ તો નીચેનો ભાવ બેસે
૧. સભાવના હૈય, ૨ શુદ્ધ આશય અતિશય જ્ઞાનથી વધેલો હોય, ૩ એવો પ્રાણી વિવેકામૃતને આશ્રય કરે તો, ૪ એને પ્રથમસુખની પ્રાપ્તિ દૂર નથી