________________
પ્રસ્તાન
૨૭
Driving power (ગ-શક્તિ) કહે છે એ વેગ, એ બળ, એ ય છો જેને પ્રાપ્ત થાય એની આત્મિક પ્રગતિ ઘણી વધી જાય છે અને એ કર્મને તો ચૂરે કરી નાખે છે. એ સમતાના પ્રતાપે પ્રાણી અરિહ ત–અહં ત થાય છે, એ કર્મરૂપ દુશમનને નાશ કરનારકાઢી નાખનાર બને છે અને એ શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર થાય છે. આવી અદભુત શક્તિ સમતાલતામાં છે અને તે સારી રીતે જાણીતી છે. કેઈ ખરા ચગીની સન્મુખ જતા એનો
ખ્યાલ આવે છે, મહાત્મા પુરુષોમાં એનો સાક્ષાત્કાર દેખાય છે અને ત્રષિમુનિઓમાં એને પ્રભાવ એમના વર્તન અને વચનોથી જણાઈ આવે છે જ્યારે માન-અપમાન સરખા ગણવાની ટેવ પડે, જ્યારે પથ્થર અને સુવર્ણ ઉપર સમભાવ થાય, જ્યારે સ્તુતિ કે નિદા ઉપર એક સરખી વૃત્તિ આવે, જ્યારે સગવડ-અગવડમા મનની એક સરખી વૃત્તિ ટકી રહે ત્યારે ખરી સમતા-શાંતિ પ્રાપ્ત થાય છે એનું આબેહૂબ વર્ણન ચોગીરાજ આન દઘનજીએ શાંતિનાથના સ્તવનમાં કર્યું છે. એના પરિણામે કેવી મનોદશા થાય છે તે ગશાસ્ત્રના પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્ય વીતરાગતેત્રમાં વર્ણવ્યું છે.
આવી અદભુત વીર્યવતી સુપ્રસિદ્ધ પરિણામ જણાવનારી સમતાલતા આ ભવ–કાનનમાં પ્રાપ્ય છે, પણ અત્યારે એને વેગ મોહરાજાએ દબાવી દીધો છે-છુપાવી દીધો છે-દાટી દીધો છે. મેહ કપાય વગેરે અનેક વિકાને જન્મ આપે છે એ વિકારોને પરિણામે પ્રાણી રાગહેપમાં પડી જાય છે અને રાગદ્વેષ એ સાચી નિર્ણયશક્તિની આડે આવે છે એટલે વાત એ થઈ કે સાધારણ ફળ આપનાર અને સુપ્રસિદ્ધ મહિમાવાળી સમતાલતા તમારા સ સાર –અરણ્યમાં-ભવકાનનમા છે, પણ તે તમારામાં મહિના જેરથી ઊગતી નથી–જામતી નથીવધતી નથી. અને તે કેમ વધે? એના મૂળમાં રાગ-દ્વેષ એવું ઝેર રેડે છે કે એના મૂળ બળી જાય છે અથવા અરધા-પરધા ભળી જાય છે કઈ લતાના મૂળ બળી જાય એટલે એનો પાયો જ નકામે થઈ જાય છે અને એ વધતી અટકી જાય છે.
જો તમારે આ સમતાલતાને ઉગાડવી હોય, જે તમારે એના ફળ ચાખવા હોય, જે તમારે અત્યારની સવ ગૂંચવણનો અત હમેશને માટે આણવો હોય તો મહાનુભાવો! તમે આ કહેવાશે તે બાર ભાવના મનમાં બરાબર ભાવ, એને તમારા વિચારક્ષેત્રમાં બરાર્બર સ્થાન આપે અને એને વાર વાર જમાવો, વગર અટક જમાવો, એને નિરતર અભ્યાસ કરે અને એને મનોમ દિરમાં સ્થાન આપે વાતને સાર એ છે કે આ બાર ભાવનાઓ તમે નિર તર ભાવે
આ લોકમા બાર ભાવનાની વાત કરી છે એ વાત વિચારવા જેવી છે. આ ગ્રંથની અસલ ચેાજના બાર ભાવના સ બ ધી ઉલ્લેખ કરવાની હશે અને પછી ચાર ભાવના પછવાડે લખવાનો વિચાર થયો હશે એવું અનુમાન થાય છે–તે સ બ ધી ઉપોદઘાત જુઓ * ૫, એ સમતાલતા પ્રાપ્ત કરવા જેવી તો ખરી, પણ જ્યા ગામમાં પેસવાના જ વાંધા હોય ત્યા એ કેમ બને ! મહરાજાએ એની શી સ્થિતિ કરી છે તે આપણે જોયું.