________________
૨૫
પ્રસ્તાવના લેખકનો પ્રયાસ નિષ્ફળ જાય છે સુદર લેખકે કદી લોકસમાજને અસાધ્યની કોટિમાં ગણતા નથી, પિતાની પાસે સારી વાત હોય છે તે ઘણી મીઠી ભાષામા મુદ્દી ન ચુકાયા તેવી રીતે સ્પષ્ટ આકારમાં રજૂ કરે છે. ભાષાસૌષ્ઠવ કદી ચૂકતા નથી અને તેને માટે ખાસ ચીવટ રાખે છે
ભવ્ય વિચારક' સુદર મનોમદિરના માલિકે ! આ ગ્રંથમાં કહેવાની બાર ભાવનાઓ તમે તમારા મનમાં ધારણ કરે જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મોતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૌતિકમાળા તમારા મનોમ દિરમાં ધારણ કરે હૃદય ઉપર ધારણ કરેલી મોતીની માળા અન્ય જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે તેવી જ આ ભાવનારત્નમાલિકાની સ્થિતિ છે એ મનમાં ધારણ કરનારને અનંત સુખ આપે છે અને એના વાતાવરણમાં રહેનારને અદભુત શાંતિ આપે છે એટલા માટે એ ભાવનાવાળા તમારા મનોમ દિરમાં ધારણ કરે
એ ભાવનાઓ કેવી છે? એ “મૃતપાવના છે એમાથી ઘણું ભાવો પ્રાપ્ત થાય છે
(૧) એ સાભળવાથી કાનને પવિત્ર કરે તેવી છે ઘણી હકીકત એવી હોય છે કે એ સાભળતા ક ટાળે આવે, દુ ખ થાય અને એવી વાત ન સાભળી હોત તો સારુ એવી વૃત્તિ થાય છે આ ભાવનાઓ તે એવી છે કે એ સાભળતા અતિશય આનદ આપે છે
અહી એક વાત જરૂર કરવા જેવી છે. એ સ બ ધી વિશેષ વિવેચન તે ઉપોદઘાતમા થશે, કારણ કે એનું સ્થાન ત્યા છે 2થકર્તાએ આ બાર ભાવના તથા ધર્મધ્યાનને અનુસધાન કરાવનાર બીજી મિથ્યાદિ ચાર ભાવનાઓ બહુ સુંદર રીતે બતાવી છે એમણે પ્રત્યેક ભાવના પર આઠ અથવા નવા સુદર શ્લોકો ભિન્નભિન્ન પ્રચલિત છદમાં લખ્યા છે અને તેથી પાઠ કરવામાં સુગમ છે એની ભાષા હદયસ્પર્શી અને વિચાર કરે તો અ ત કરણમાં આરપાર ઊતરે તેવી છે. વિચાર ન કરે તો પણ કાનને પવિત્ર કરે તેવી તેની શબ્દરચના છે ત્યારપછી પ્રત્યેક ભાવના પર એમણે એક અષ્ટકગીત મૂક્યું છે એ જે એના ચાલુ રાગમાં ગવાય તો કાનને ખરેખર અપૂર્વ આહ્વાદ આપે તે તેને રાગ છે એ સુંદર રીતે ગવાય છે અને તાલ સુરની કેળવણી વિનાની પણ ચાલુ દેશમા ગાઈ શકે તેવી તેની રચના છે આ હકીક્ત પર ચર્ચા તો ઘણી કરવાની છે, તે તેના સ્થાન પર થશે અત્ર કહેવાની વાત એ છે કે એ વિદ્વાનોની ચર્ચા બાજુએ રાખતાં પણ આ ભાવનાઓ કાનને ખૂબ મજા આપે તેવી છે, આનદ આપે તેવી છે, પવિત્ર કરે તેવી છે
એક વખત કોઈ દેશી રાગો જાણનાર પાસે તેના લય જાણી લઈ, તેમાં ગાવામાં આવે તો ખૂબ મજા આપે તેવી છે એ ગીત અસલ ઉસ્તાદી રાગમાં પણ ગવાય તેવા છે અને એના છદો સાદા સરલ અને ચાલુ હોવા ઉપરાંત એની રચના એવી સરસ છે કે એક બે વખત