________________
પ્રસ્તાવના
ભાવના' આ ગ્રંથને વિષય છે, એની શક્તિ કેટલી છે તે અત્ર બતાવ્યું. ભાવના વગર શાતરસ જામે નહિ અને શાતિરસ વગર ખરું સુખ મળે નહિ. ભાવનાની આ જીવનમાં તેટલા માટે કેટલી જરૂર છે ? સમજુ ભણેલા-ગણેલાને પણ એને માટે કેટલી ચીવટ રાખવી ઘટે એ બતાવવાની સાથે ગ્રંથર્તાએ પ્રરતાવનામા “વસ્તુનિદેશ કર્યો છે.
૩. વિદ્વાન બુદ્ધિશાળીને ઉદેશીને એ વાત તદ્દન જુદા આકારમાં ગ્રંથકર્તા કહે છે એમણે ગ્રથના વિષયની વિશિષ્ટતા બતાવી છે અને શાતરસ વિદ્વાનોમાં પણ જામે એ એમની આતરે છા છે
મારા વિચક્ષણ ભાઈઓ ! બુદ્ધિશાળી મહાનુભાવો ! તમે આ સ સારમાં રખડ્યા કરે છે, આટા માર્યા કરે છે અને હિસાબ વગરના ચક્કરે ચડે છે ઘડીકમાં તમે અનેક રૂપે હાથી, ઘોડા, ગાય, બળદ, બકરીના વેશ ગ્રહણ કરે છે, વળી કઈ વાર મગર કે માછલા થાઓ છે. કોઈ વખત કાગડા–પિોપટ થાઓ છે, વળી કઈ વાર વનસ્પતિમાં જાઓ છે, કઈ વાર જળમા જાઓ છે, કોઈ વાર કીડી, માકડ, મચ્છર થાઓ છે, વળી કેઈ વાર મનુષ્ય થઈ જાઓ છો તમે આવી રીતે ચોરાશી લક્ષ નિમા આટા માર્યા કરો છે તમે આમ ચારે તરફ ચક્કર ચક્કર ફરો છે પણ તેથી તમને ફેર આવે છે – ચક્કર આવે છે? અને તમને ત્રાગ્ર થાય છે ? આવા ચક્કરથી તમે ખરેખર થાક્યા છે? તમને કાઈ કટાળો આવ્યો છે?
વળી આ સંસારમાં જરા વાર સુખ મળે, પાછો વિયોગ થાય, હેરાન હેરાન થઈ જાઓ, રડે, કકળા, મુ ઝાઓ, છાતીના પાટીઆ ભી સાઈ જાય એવા ત્રાસે થાય અને વળી જરા તમારી માનેલી સગવડ મળે એટલે એને તમે સુખ માને છે, પણ જે સુખ પછવાડે દુખ હોય જ નહી એવુ અન ત સુખ તમારે પ્રાપ્ત કરવું છે કે અત્યારે જે મળે તેમાં હાલવુ છે અને આગળ જે થાય તે જોયુ જશે એમ ધારી વાત પડતી મૂકવી છે? તમારા જેવા સમજુની આ ચક્રભ્રમણની દશા હોય? દેડીદડીને પાછા પડે છે અને વળી પાછા ત્યાં જ આટા મારે છો! તમારા જેવા વિદ્વાન, પાચ માણસમા પૂછવા લાયક માણસની આ દશા હોય? તમારે ખરુ સુખ ખરેખર મેળવવું છે? છેડો કદી ન આવે અને સુખ, સુખ અને સુખ અનુભવ એ દશા પ્રાપ્ત કરવી છે ?
છે જે તમને આ રખડપટ્ટી પર ખરેખર ખેદ આવ્યો હોય અને તમારા મનમાં સાચુ સુખ હંમેશને માટે મળે એવી ઇચ્છા તીવ્ર સ્વરૂપે થઈ હોય તો હું તમને તેને રસ્તે બતાવું. તમે ખરેખર આતુર હે તે મારી પાસે તેનો રસ્તો છે
ગ્રંથર્તા કહે છે કે મે આ મારા શાંતસુધારસ ગ્રથમા શુભ ભાવનાઓનો રસ ઠાસી-ઠાસીને ભર્યો છે એ તમે બરાબર સાભળો. એમ કરશે એટલે તમારી જે ખેદ દૂર કરવાની અને અવિનાશી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા છે એ સફળ થશે એ ભાવના કઈ કઈ છે અને તે ભાવવાનુ પરિણામ શું આવશે તે આગળ આ પ્રસ્તાવનામાં જ 2 થર્તા કહેવાના છે