________________
પ્રસ્તાવના
દિવસ જગ્યા જ ન હોઈએ તેવું લાગે છે સગાસ્નેહીના દુખથી કે મરણથી પણ વિષાદ થાય છે. આ મહરાજા રાગ-દેપ ઉત્પન્ન કરે છે, તે બને મળીને ચાર કષાય ઉત્પન્ન કરે છે અને એને લઈને આખા જીવનમાં ઝેર ભરાઈ જાય છે. ખારુ ખાટુ થયેલું જીવન બુદ્ધિનો વિપર્યાસ કરે છે અને વિષાદ-શોક જીવનને કડવુ બનાવે છેઆ મેહ અને વિષાદનું ઝેર આખા જગતમાં ભરેલું છે. માત્ર એની જરા ઉપર જઈ અવલોક્ન કરીએ તો જ આ ઝેર સમજાય–ઓળખાય તેમ છે.
આવા ઝેરથી ભરેલા સંસારમાં શાંતસુધારસ પ્રાપ્ત કરવો ઘણો મુશ્કેલ છે. એનાં સ્વપ્ન આવવા પણ મુશ્કેલ છે. અરે! ટૂંકમાં કહીએ તો એને ઝબકારો થવો પણ અશક્ય છે. હવે માતરસની પ્રાપ્તિ વગર તો આ દુનિયામાં કોઈ ખરો રસ પડે તેવું નથી બાકીના સર્વ રસ તો ક્ષણિક છે, આવીને-ઝબકીને ઊડી જનાર છે અને દુનિયાદારીમાં કહેવત છે કે રસના તે ચટકાં હોય, કાઈ કુંડાં ન હોય, એ કહેવતને ખરી કરનારા છે ચટકા પણ ઉપર ઉપરના અને આવીને બેસી જનારા હોય છે. શાતરસ જ ખરે, લાખા વખતનો અને ચિરસ્થાયી અસર મૂકી જનારો છે.
' આવો શાતરસ અ દર જાગે કેમ? જામે કેમ? અને ટકે કેમ? દુનિયાની નજરે ડાહ્યા લાગતા માણસને બરાબર જોઈએ તો તેઓમાના ઘણુંખરા એક અથવા બીજા મનોવિકારને વશ હોય છે. કેઈ સલાહ લેવા લાયક લાગતા હોય છતા પિતાના ધન કે બુદ્ધિના મદમાં પડેલા હોય છે, કેઈ લેભને વશ હોય છે, કોઈ સ્ત્રીના પાશમાં પડેલા હોય છે, કોઈ મરી ગયા–મરી ગયા” એવું માની નિરતર કકળાટ કરતા હોય છે કઈ ખોટા દ ભી હેય છે, કેઈ ધમાલીઆ હોય છે, કઈ ક્રોધી હોય છે, કોઈ મશ્કરા હોય છે, કેઈ બીકણ હોય છે, કેઈ વાત વાતમાં છકી જનારા હોય છે અને કેઈ ઉપરથી સભ્ય જણાતા હોય પણ તેના જીવનને અભ્યાસ કરતા અતિ સુ-તુચ્છ–પામર માલૂમ પડે છે આવા માણસોમાં શાતરસ કેમ જામે? એ ગમે તેટલુ ભણેલા હોય, ગમે તેવા ગ્રેજ્યુએટ થયેલા હોય, વિશ્વવિદ્યાલયની અનેક ઉપાધિઓ ધરાવતા હોય, ન્યાયાસન પાસે અક્કલને ચક્કરમાં નાખી દે તેવી દલીલ કરનારા હોય, મુત્સદ્દીગીરીમાં સામાને થાપ ખવરાવનાગ હોય–પણ અતે એનામાં શાતરસ જામતો નથી. જામવાની વાત શુ કરવી ? એનામા શાતરસ સ્કુરતો પણ નથી, દેખાવ પણ દેતા નથી, ચમકારે પણ કરતો નથી.
વાસ્તવિક હકીકત એ છે કે – આ શાતરસ વગર આ જગતમાં નામમાત્ર પણ સુખ નથી આપણે સર્વ સુખને ઈચ્છીએ છીએ અને સુખ પાછળ દોડીએ છીએ અને એને મેળવવાના વલખા મારીએ છીએ, પણ ખરુ સુખ ઓળખતા નથી અને ક્ષણિક સુખ માની તેમા રાચી જઈએ છીએ ભર્તુહરિ કહે છે તેમ વ્યાધિના પ્રતિકારને આપણે સુખ માની લઈએ છીએ. કદાચ ખાવામાં દૂધપાક-પૂરી કે રસરેટલી મળે તો તેમાં સુખ શુ ? અને હારમનિયમ, દિલરુબા, નાચ સાથે ગાયન સાભળીએ તેમાં સુખ શુ ? સ્ત્રી સાથે વિષયાનદ