________________
૨૯
પ્રસ્તાવના પુરુના સનિકને પ્રસાદ જેણે અનુભવ્યો હોય એને જ એની વિશિષ્ટતા – ઉત્તમતા અને મહત્તા ખ્યાલમાં આવે તેમ છે. એવા મહાત્મા પાસે જઈએ ત્યારે આપણામાં ગમે તેટલો ઉકળાટ હોય તે દૂર થઈ જાય છે, કચવાટ નાશ પામી જાય છે અને ચિત્ત અનિર્વચનીય દશા અનુભવે છેસાધારણ મહાપુરુ, જેને આપણે ભેગી તરીકે ઓળખીએ છીએ તેમની પાસે જતા પણ કાઈક આવો અનુભવ થાય છે તો ખુદ તીર્થાધિરાજના સાનિધ્યમાં કેવી દશા થતી હશે ? કેવી અખડ શાતિ વ્યાપતી હશે? કેવી અનન્ય સ્થિતિ અદર અનુભવાતી હશે? તેની વ્યાખ્યા કરવી અશક્ય છે.
આવી અમૃતરસને વરસાવનારી વાણીમાં અસાધારણ બળ હોય છે એક સાધારણ સારે વક્તા પણ શ્રોતા સમાજને દોરવી શકે છે તે પછી જ્યા શમરસના ઘૂંટડા ભરાતા હોય,
જ્યા શાતિજળના કુવારા ઊડતા હોય, ત્યા શાત જળના જળકણો ચારે તરફ ઊડી રહ્યા હોય અને જ્યા આખા વાતાવરણમાં શાતિ અને શમની વિભૂતિઓ જામી ગઈ હોય ત્યા શી સ્થિતિ થાય? એ વાણીનુ બળ કેવુ હોય ? પાત્રીશગુણયુક્ત એ વાણી હૃદયની આરપાર ઊતરી જાય અને મનને હલાવી નાખી શાતિમાં તરબોળ કરે એમા જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી વળી એ વાણી અતિ “રમ્ય છે, એ સાભળતા મનને અને કાનને આનદ ઉપજાવે તેવી છે, મનને વશ કરી લે તેવી છે અને આ બા જીવનને ઝણઝણુટ કરાવે તેવી હોઈ ખૂબ વિનેટ કરાવનારી છે. પ્રાણીને રમ્ય ભાગ સાભળવી ગમે છે, કર્કશતા હોય તો મજા આવતી નથી ભગવાન બોલે ત્યારે તુચ્છ ભાષાપ્રયોગ કદી કરતા નથી. એ દેવાનુપ્રિય”, “ભવ્ય” આદિ સુદર શબ્દોને પ્રયોગ કરી પ્રાણીને ઉપદેશ આપે છે. એમની ભાષા કેટલી પ્રિયરમ્ય હોય છે તે તેમને કોઈ પણ ભાષાપ્રગ વિચારવાથી બરાબર સમજાય તેવું છે વળી દરેક પ્રાણી પિતાને સમજાય તેવી ભાષામાં ભગવાનને ઉપદેશ સાભળે એટલે એને તેમાં રસ પડે છે. પરમાત્માની વાણુંના પાવીશ ગુણે આ સ્થળે વિચારવા યોગ્ય છે એ કારણે એ ભાષા ખૂબ રમ્ય, વિનેદકારી અને આનદ આપનારી લાગે છે.
આવી અસાધારણ બળવાળી વાણું પ્રગટ કરવાનું કારણ એક જ હોય છે ઉપર વર્ણન કર્યું તેવા ભય કર વન–જ ગલમાં ભૂલા પડેલા-રખડપટ્ટે ચઢેલા પ્રાણીઓને સ્થિર કરવા, એમને રખડપટ્ટો અટકાવવો અને એમને આ ભવપ્રપમાથી મુક્ત કરી નિર તરની શાતિ મળે એવી સ્થિતિ સમજવવી. { આવી વાણી તમારું રક્ષણ કરે ! થર્તા કહેવા માગે છે કે અસાધારણ વીર્યવતી એવી ભગવાન શ્રી તીર્થ કરદેવની વાણી તમારું રક્ષણ કરે. ભાવ એ છે કે–શ્રી તીર્થાધિરાજની એવી સુંદર સાત વાણી ભવાટવીમા ભટકવાથી દૂર રહેવાનું તમને બળ આપો !
ગ્રથના આર ભમા (૧) આશીર્વાદ, (૨) નમસ્કાર અથવા (૩) વસ્તુનિર્દેશ એ ત્રણ અથવા ત્રણમાની એક બાબત બતાવવાને શિષ્ટ સ પ્રદાય છે કામરિયવિનિનો વાપિ તમુર્ણમ્ એટલે રથની શરૂઆતમાં કા તે કોઈ પ્રકારનો આશીર્વાદ અપાય છે અથવા કોઈ ઈષ્ટદેવને