________________
શાંતસુધારસ
આવી સસાર અટવીમાં આ પ્રાણી – અનેક પ્રાણીઓ રખડ્યા કરે છે. અંધકારમાં ફાંફા મારે છે, આથવાનો સંગ્રહ કરે છે, એના જળથી કર્મને વિસ્તાર વધારે છે અને બહાર જવાને માર્ગ શોધતા નથી, કદાચ સાપડે તો તેને ઓળખતા નથી અને નિરતર દેડાદોડ કરી રખડ્યા કરે છે. કેઈ વાર ઉપર જાય છે, કોઈ વાર નીચે જાય છે અને કઈ વાર આડાઅવળા રખડે છે. એ સ સારઅટવી કેવી છે તેનું સ્વરૂપ આપણે આગળ અગ્યારમી ભાવનામાં વધારે શું
આ વાત – અનાદિ કાળથી આવી ભવાટવીમા રખડતા ભૂલા પડેલા આપણે સર્વ છીએ આપણે ચારે તરફ વગર અર્થની દોડાદોડ કરી રહ્યા છીએ અને ચારે તરફ આ વખત નાચતા ફરીએ છીએ. કોઈ પૂછે કે કયાં ચાલ્યા ? તો કાઈ સમજતા નથી, સમજાય તેવો જવાબ આપી શક્તા નથી, પણ પાછી દોડાદોડ ચાલુ રાખીએ છીએ
વાત એટલી હદ સુધી બને છે કે ઘણાખરા પ્રાણીઓ તો રખડીએ છીએ એ વાત પણ જાણતા નથી, જાણે તે માનતા નથી, સાચુ સુખ ઓળખતા નથી, જરા સુખ જે ભાસ થાય, કાઈક સગવડ મળે કે તેને સુખ સમજી તેમાં મોજ માણે છે અને ઉપર-નીચે આડાઅવળા ચક્કર ચક્કર ફર્યા જ કરે છે
કઈ કરૂણાથી ભરેલા મહાપુરુષે એની એ રિથતિ જુએ છે તેઓએ પણ અનેક ભ્રમણપર પરામાથી પસાર થવા બાદ ખૂબ પ્રયાસ કરી પોતાના આત્માને પવિત્ર બનાવેલો હોય છે. પોતે સાચુ સુખ ક્યારે અને કેમ મળે તે બરાબર સમજી ગયેલા હોય છે એવા મહાપુરુષોને “તીર્થ કર કહેવામા આવે છે જેની મદદ વડે આ સમાર–સમુદ્ર તરી શકાય તેવાં ધર્મસાધન, સમુદ્રને અંગે તીર્થ કહેવાય અને એવા તીર્થનું રથાપન કરનાર તીર્થકર કહેવાય છે એ મહાનું શુદ્ધ સત્ત્વશાળી મહાત્માઓ કરુણારસથી ભરેલા હોય છે. એમની કરુણ કેવા પ્રકારની હોય છે તે આગળ પદરમાં પ્રકરણમાં બનાવવામાં આવશે અસાધારણ વીર્ય અને શક્તિને પ્રભાવે તેઓ વસ્તુવરૂપ જાણી ગયેલા હોય છે અને વસ્તુને ઓળખ્યા પછી તે કરુણરસની પ્રસાદી તરીકે પિતાને પ્રાપ્ત થયેલી હકીક્ત પ્રાણીઓને બખરી ભાવદયાથી બતાવે છે
એ ત્યારે વસ્તુ સ્વરૂપનું પ્રકાશન કરે છે ત્યારે શાતરસની ખરી જમાવટ થાય છે પ્રાણીઓ પોતાના કુદરતી વેર પણ વિસરી જાય છે અને આખા વાતાવરણમાં શાતિ જામે છે એ અતિ મધુર વાણી વડે ત્યારે પિતાને સમજાયેલું સ્વરૂપ જનસમાજ આગળ રજૂ કરે છે ત્યારે શાતિનો વરસાદ વરસતે હોય છે અને અનિશાત પરિસ્થિતિની વચ્ચે તેઓ અતિ મીઠા શબ્દોમાં પ્રેમ ઊપજે તેવી રીતે વસ્તુ સ્વરૂપ બતાવે છે.
એમની વસ્તુ સ્વરૂપ બતાવવાની પદ્ધતિને અમૃતરસના પ્રસાર સાથે સરખાવી શકાય. જાણે પરમાત્માના મુખમાંથી અમૃત ઝરતુ હોય એવી તદન શાંત વાણી માલકોશ રાગમાં નીકળે છે અને એના પ્રત્યેક શબ્દ અને વાક્ય શ્રોતાને એ શાતરસમાં ઝબોળી દે છે. મહાત્મા