________________
શાંતસુધારસ પ્રાણીના આશયમાં વિવેક ભળેલો હોય છે તેવા પ્રાણીઓથી લોકોત્તર પ્રશમસુખનાં ફળને જન્મ આપનારી સુંદર ભાવનારૂપ કલ્પલતાની વેલડી દૂર દૂર રહેતી નથી – તેની
નજીક આવતી જાય છે. ૭-૮ આત્મન્ " નીચેની ભાવનાઓને ભાવવાથી તું સસારમાથી મુક્ત થઈ શકીશ તે
ભાવનાઓ આ પ્રમાણે – (૧) અનિત્યતા (પદાર્થોના સગ–સ બ ધ સવે થોડા વખત માટેના છે.) (૨) અશરણુતા (ગુગળનો સ બ ધ સકટ હરનાર, શરણ આપનાર કે શાતિ કરનાર નથી.) (૩) ભવ (સંસાર) (ચાર ગતિરૂપ સ સારનું સ્વરૂપ વિચારવુ—ભવભ્રમણ સમજવું.) (૪) એકત્વ (આ પ્રાણી એકલો આવ્યો છે, એકલો જવાનો છે–એ વિચારવું.) (૫) અન્યત્વ (શરીર આદિ સર્વ આત્માથી પર છે પારકું છે એવી વિચારણા.) (૬) અશૌચ (શરીર અપવિત્ર પદાર્થોથી ભરેલું છે તેને સાચો ખ્યાલ) (૭) આશ્રવ (કર્મબંધનના સ્થાને, તેની પ્રણાલિકા અને તે સ બ ધી વિચારણા.) (૮) સંવર (આવતા કર્મોને રોકી રાખવાના માર્ગોની વિચારણ) (૯) કમનિજર (બાધેલા કર્મોને ભેગવ્યા વગર ખપાવવાના માર્ગો) (૧૦) ધર્મભાવના (પરસ્પર અવિરેાધીપણે ધર્મસ્વરૂપનું વિશિષ્ટ ચિ તવન) (૧૧) લોકસ્વરૂપ (આ વિશ્વની માગણી, રચના અને સ્થાનનો ખ્યાલ) (૧૨)બાધિદુલભતા (ધમસામગ્રી-સમકિતની પ્રાપ્તિ થવી ઘણી મુશ્કેલ છે તેની વિચારણા)