________________
પ્રસ્તાવનાને સામાન્ય અર્થ
૧. જે સંસારરૂપ વન (જગલ) બહાર નીકળવાના રસ્તા વગરનું છે, જે ચારે તરફથી
વરસતા પાચ પ્રકારના આશ્રવરૂપ વાદળા–વરસાદવાળું છે, જે અનેક પ્રકારના કર્મોરૂપે લતાઓ(ડાળો)થી ખૂબ ગહન બનેલું છે અને જે મોહરૂપી અંધકારથી વ્યાપ્ત છે તે જંગલમાં ભૂલા પડેલા પ્રાણીઓને સ્થિર કરવાને વાસ્તે કરુણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા તીર્થાધિરાજેએ સુધારસથી ભરપૂર અને અતિ આનદને આપનાર વાણીને
વિસ્તાર કર્યો છે – તે વાણું તમારું સ રક્ષણ કરે ૨. ભાવના વગર વિદ્વાનોના મનમાં પણ શાંતિરૂપ અમૃતનો રસ (શાતસુધારસ) જાગને
નથી–પ્રગટતો નથી અને આ મેહ તેમ જ સ સારરૂપ ઝેરથી ભરેલા સંસારમાં એ (રસ)
વગર લગારમાત્ર પણ સુખ (જેવુ કાઈ) નથી ૩. બુદ્ધિમાને! વિચારકે ! આ સંસારમાં રખડપટ્ટો કરવાના થાકથી તમારું મન ઊ ચું
થઈ ગયુ હોય અને જેને કદી નાશ ન થાય એવુ (અન ત) અત-છેડા વગરનું (સ્થાયી) સુખ પ્રાપ્ત કરવા સન્મુખ તમારુ મન થયું હોય તો સુદર ભાવનાઓથી
ભરેલ મારે શાંતસુધારસ ગ્રથ (શાત અમૃતરસ) સાભળો ૪. સુદર ચિત્તમ દિરના માલિક ! વિદ્વાનો ! તમારા કાનોને પવિત્ર કરનાર બાર ભાવનાઓને
તમારાં મનમાં ધારણ કરો, જેને પરિણામે સારી રીતે જણાયેલી (સુપ્રસિદ્ધ) સમતારૂપી કલ્પવેલડી – જેનો પ્રસાર અત્યારે મહારાજે ઢાકી દીધું છે અને વસ્તુત જેની અદ્ભુત
શક્તિ (ગતિ) છે તે – તમારામાં ઊગી આવે – મૂળ ઘાલીને વધતી જાય. ૫. ઈદ્રિયના વિષયોમાં ખૂબ લંપટ થયેલ પ્રાણીઓના મન જેમાથી આર્તા અને રૌદ્ર
પરિણામરૂપ અગ્નિથી ભાવનારૂપ વિવેકનું ચાતુર્ય બળી-ઝળી ગયેલ હોય છે તેવા મનમાં
સમતાને અંકુર ક્યાંથી મૂળ ઘાલે ? કેમ ઊગી નીકળે? ૬. જ્ઞાન અને વિજ્ઞાનને લઈને અતિ નિપુણ થયેલો જે પ્રાણીનો આશય વિવેકરૂપ
અમૃતના વરસાદથી અતિ સુંદર થયેલ રમણીયતાને આશ્રય કરે છે એટલે કે જે જ્ઞાનવાન
૧ આશ્રવ-કમને ગ્રહણ કરવાના માર્ગો પાચ છે મિયાત, અવિરતિ, પ્રમાદ, કપાય, એગ એ દ્વારા કર્મ આત્મા સાથે જોડાય છે અથવા પ્રાણાતિપાત, મુપાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ રૂપ પાચ આવો છે
૨ –અષ્ટવિગ, અનિસયોગ, રોગનિદાન અને આગામી ચિતા રદ્ર-વનાશ, અસત્ય ચૌર્ય અને વસ્તુસ રક્ષણ