________________
શાંતસુધારસ
વિચારતા નથી, તેના સાધનોનો અભ્યાસ કરતા નથી, એ સાધનો આચરતા નથી અને સાચા માગની સન્મુખ પણ આવતા નથી.
ત્યારે વાત એ થઈ કે આપણે સાચા સુખને ઓળખવું જોઈએ. એ ઓળખ્યા પછી એ ક્યા અને કેમ મળે તેનો રસ્તો શેાધ ઘટે એ વિચારણા માટે આપણે જેને આપણા માનીએ છીએ, આપણે જે ચીજોને આપણે માનીએ છીએ, આપણે જે શરીરને પિતાનું માનીએ છીએ, આપણે જે ધન-ધાન્ય–પુત્ર-પુત્રાદિને પોતાના સમજીએ છીએ, આપણે જે શેડો વખત રહેનારા ઘરને ઘરનું ઘર માનીએ છીએ-એ સર્વ વસ્તુત. શું છે? એનો અને આપણો સ બ ધ કે છે? અને આપણે જે “સુખ મેળવવા માગીએ છીએ તેની સાથે એનો સંબધ કેવા પ્રકારનો છે? એ સર્વ બાબતને વિચાર કરવો ઘટે, એ દરેક વસ્તુ અને સ બ ધને એના ખરા આકારમાં પૃથક્કરણ કરીને ઓળખવા ઘટે અને તે માટે આપણું પ્રત્યેક સંબંધ એના વાસ્તવિક આકારમાં કેવા છે તેને માટે ઉપર ઉપરને ખ્યાલ કરી અટકી ન પડતા ખૂબ ઊંડા ઊતરવું ઘટે ટૂંકમાં કહીએ તો આપણે વિચાર કરી વસ્તુઓને ઓળખવી ઘટે અને આપણું ચારે બાજુ કેવુ નાટક ચાલી રહ્યું છે તે બરાબર સમજવુ ઘટે અને તે નાટકમાં આપણે કેવા પાઠ ભજવી રહ્યા છીએ તેની તુલના કરવી ઘટે.
આ પ્રકારની વિચારણા અથવા તુલનાને “ભાવના” કહેવામાં આવે છે ખરા સુખની પ્રાપ્તિને માર્ગે ચઢવા માટે આ આતરવિચારણાને બહુ અગત્યનું સ્થાન મળે છે. જ્યા સુધી આપણે શુ મેળવવાનું છે તે બરાબર ન જાણુએ અને અત્યારે જેમાં રાચીમાચી રહ્યા છીએ તેનુ અનૌચિત્ય ન સમજીએ ત્યા સુધી આપણી પ્રગતિ અશક્ય છે કેઈ અસાધારણ પ્રસગોમાં આતરપ્રકાશ થઈ જાય તે અપવાદગ્ય બનાવોને બાદ કરતા બાકી આપણા જેવા સામાન્ય પ્રાણીઓ માટે તો આ સાચી વિચારણા સિવાય બીજો માર્ગ નથી
આ વિચારણામાં આત્મા છે, આત્મા શાશ્વત છે, એના પર કર્મના આવરણો આવી ગયાં છે, પ્રયત્નથી તે દૂર કરી શકાય તેમ છે, આત્માના આ પગલિક સબ છે (ક) દૂર થાય ત્યારે તે એના અસલ મૂળ શુદ્ધ સ્વરૂપે રજૂ થાય છે અને આ સ્થિતિમા ખરા સુખને સાક્ષાત્કાર થાય છે – આ સર્વે બાબતો સ્વીકારીને ચાલવાનું છે એ સર્વ બાબતો અનુમાન પ્રમાણથી – દલીલથી સિદ્ધ કરી શકાય તેવી છે, પણ અત્ર તેની હયાતી સ્વીકારીને ચાલવાનું છે. આપણે અત્યારનો વિષય તો આપણે કોણ છીએ ? ક્યા છીએ ? શા માટે છીએ ? આપણુ મૂળ સ્વરૂપ કેટલું વિકૃત થઈ ગયુ છે? – એ સર્વનો વિચાર કરવાનું છે અને એ વિચાર બરાબર થાય તે પછી આપણે આગળ વધવાના માર્ગો અને સાધને તો બરાબર શોધી શકીએ તેમ છીએ, તેથી આપણે પ્રાથમિક ફરજ, આપણા સબ છે અને આપણું પિતાનાં નાટકે અને આસપાસના નાટકોને ઓળખવાની છે અને એ કાર્ય “ભાવના કરે છે.
ભાવનાનું ક્ષેત્ર આપણે સર્વ સબ ધોનું પૃથક્કરણ કરવાનું છે અને તે રીતે એ