________________
પ્રવેશકે ?
. “પારકાને વશ” એ સર્વ દુખ એ વાત તો એકદમ કેમ સ્વીકારાય ? આપણી તે ઘણી ખરી વાત પારકાને અધીન છે રસે કે સ્ત્રી રાઈ કરી આપે ત્યારે જમીએ, ઘરાક આવે. ત્યારે વેપાર કરીએ, દરજી કપડા શીવી આપે ત્યારે પહેરીએ, પાણીને નળ મ્યુનિસિપાલિટિ ઉઘાડી આપે ત્યારે પાણી મેળવીએ-વગેરે વગેરે. ત્યારે આ તો ગૂંચવણ વધતી જાય છે અને વધારે વિચારીએ તો શરીર પણ પર છે–પારકું છે, ચિરસ્થાયી નથી, આપણુ રહેવાનું નથી, આપણી સાથે આવવાનું નથી, આપણું હુકમમાં નથી, આપણું તાબામાં નથી. ત્યારે શુ સમજવું ? આત્મા અને શરીર જુદા છે, આત્મા અને શરીરને સબંધ થોડા વખતનો છે. ત્યારે તો શરીર પર થયું. એ રીતે તો “આત્માને વશ હોય એ જ ચીજો સુખ આપી શકે અને આપણે તો બધી મદાર પુદગળ અથવા શરીર પર બાંધી છે અને પુદ્ગળ (matter) યા શરીર પણ “પર” હોઈ આપણને ખરેખરા સુખનું કારણ કદી થતું નથી. કદાચ તે દેખાવમાં
ડું સુખ આપતુ જણાય છે તે તે સુખ ટૂંકુ હોય છે, વિનાશી હોય છે અને પિતાની પછવાડે કલાનિ અથવા દુ ખ મૂકી જનાર હોય છે.
આ વાત ખાસ સમજવા ગ્ય છે આત્માથી જેટલુ પર તેટલું પારકુ જ છે અને પારકાની આશા રાખવી એ સદા નિરાશા જ છે કદાચ મેંગેફેનાથી આપણે વધારે સાભળી શકીએ અથવા ચશમા કે દૂરબીનથી આપણે વધારે જોઈ શકીએ પણ મૅગેફિન વિસરાઈ ગયું હોય અથવા ચશમા ફૂટી ગયા હોય તો આપણી શી દશા થાય? અને રસે રસેઈન કરે, રીસાઈ જાય અથવા વગર રજાએ ગેરહાજર રહે ત્યારે આપણે ક્યાં જવું છે એટલે આત્માને વશ હોય તેટલું જ ખરુ સુખ છે અને પારકા ઉપર–પર ઉપર આશા રાખી બેસવું એ વિસ્તુત દુ ખ છે, કદાચ જરા સુખ જેવું લાગે તો પણ આ તે એ દુ ખ જ છે, દુખમાં જ પર્યવસાન પામે છેઆ સાથે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે “આત્મવશ કઈ ચી કહેવાય અને “પરવશ” કઈ ચીજે કહેવાય તેનો આપણે બરાબર ખ્યાલ કરવો જોઈએ, સ્પષ્ટ વિચાર કરવો જોઈએ અને ચોક્કસ નિર્ણય કરવો જોઈએ
- આ નિર્ણય શા માટે કરવો? કારણ કે આપણને સર્વને “સુખ મેળવવું ગમે છે પણ સુખ ક્યા છે અને કેમ મળે –તે જાણતા નથી, એટલે પછી જે તે મળે તેમા સુખ માની લઈએ છીએ હમેશને માટે સુખ મળે એ વિચાર તો આપણને પ્રત્યેકને જરૂર ગમે છે, પણ આપણે ખરા સુખનો કદી વિચાર કરતા નથી, તેના માર્ગે આચરતા નથી, તેના સાધનો શોધતા નથી અને જરા જરા સુખમાં રાચી જઈએ છીએ આત્મવશ સુખ ઉપર જ આપણે મદાર બાંધીએ અને સર્વ પરભાવ છેડી દઈએ, પરવશ વસ્તુ કે ધન ઉપર કોઈ જાતને આધાર ન રાખીએ તો સુખની જે વ્યાખ્યા સુન પુરુષોએ કરી છે તેની પ્રાપ્તિ તરફ આપણું પ્રયાણ થાય આ તદ્દન સાદી લાગતી વાત કર્તવ્યમા-ક્રિયામાં મૂકવી સહેલી નથી, તેને કારણ એ છે કે આપણે સુખને ખરે ખ્યાલ કદી કરતા નથી, તે ક્યા અને કેમ મળે તે
*