________________
શાંતમુધારસ
મનાવશે, એને લોભ એને અનેક પાપમાર્ગમાં ફેકી દેશે. એને કોઈ એને રાત પળે બનાવશે, એની મમતા એને માલિક બનાવશે, એનો ભય એને રાક-બાયલો બનાવશે, એની ઈ એને પર-ઉત્કર્ષ જેતા ઉદ્વિગ્ન બનાવશે, એની વિષયવાળા એને ધૂળમાં રગદોળગે, એને શોક એને માટી પિક મુકાવશે અને આવી રીતે અનેક અંતરવિકારો એને પરભાવમાં રમણ કરાવશે.
ત્યારે આ સર્વ ન થાય એવી સ્થિતિ ક્યા ? આવા મનોવિકારો અને આવી દોડાદેડીને હમેશને માટે છે કેમ આવે? ક્યારે આવે? એને માટે એને કોઈ વાર વિચાર થાય છે, પણ પાછો એ રખડપટ્ટીમાં પડી જાય છે અને અગાઉની જેવી દોડાદોડી શરૂ કરી દે છે.
ત્યારે સ્થાયી સુખ મળે છે તે ઈચ્છવાજોગ છે અને પ્રાપ્તવ્ય તરીકે તેને માલુમ તે કઈ કેઈ વાર પડે છે એને માટે એણે ખરા “સુખને ઓળખવુ ઘટે અને તે માટે એણે “સુખ” કર્યું કહેવાય એ ઓળખવું જ રહ્યું. જ્યા સુધી ખરા સુખને એ ન ઓળખે ત્યાં સુધી એની માની લીધેલા સુખ પાછળ દોડાદોડી તો કાયમ જ રહેવાની ત્યારે જે ખરુ સુખ મળી આવે અને તે શોધવાનો માર્ગ મળે તે પછી આ સર્વ ગુચવણને અ ત આવી જાય એ સુખ સાચુ સુખ હોવુ જોઈએ, એ નિરતર રહે તેવું જોઈએ અને એ સુખની પાછળ કોઈ પણ પ્રકારનું દુખ ડેકિયા કરતુ હોવું ન જોઈએ.
એ “સાચા સુખના સબ ધમાં ખૂબ વિચાર કરી સુજ્ઞ પુરુષે નિર્ણ કરી ગયા છે કે જે આત્મવશ (પોતાને તાબે) હોય તે સર્વ સુખ છે અને પરને તાબે હોય છે તે સર્વ દુખ છે” સુખ-દુ ખનુ આ સિદ્ધ લક્ષણ છે આપણું જેવા વ્યવહારુ માણસને પણ તે અમુક અંશે તે સમજાય તેવું છે. આપણે દુનિયાદારીમાં કહીએ છીએ કે “આપ સમાન બળ નહિ અને મેઘ સમાન જળ નહિ આપણા પોતાના હાથમાં હોય તો તે વાતને આપણે આપણી જ માનીએ અથવા ગમે ત્યારે આપણી કરી શકીએ એટલે “આત્મવશ હોય તે સર્વ સુખ છે એ વાત તે ઠીક જણાય છે. આપણા ઘરમાં અનાજ હોય તો તેનો ઉપયોગ કરી શકીએ અને ઘરેણું હોય તો કાળી રાત્રે હોકારો આપે એટલે આપણે એ વાત વગર–સ કોચે સ્વીકારીએ આપણું નામ પર બે કમા રકમ હોય તે આપણે ચેક લખી ગમે ત્યારે જોઈતી રકમ મગાવી શકીએ એટલે એને આપણે આપણું તાબાની રકમ માનીએ અને સુજ્ઞ પુરૂએ આત્મવશ વસ્તુમાં સુખ કહ્યું તે વાત કબૂલ રાખીએ
પણ રજાને દિવસે નાણાની જરૂર પડે તો શુ ? સરકારે “મેરીટેરિયમ જાહેર કર્યું હાય અને આપણે ચાલુ ખરચ માટે નાની રકમ ખાતામાથી લેવી હોય તે તેનું શું ? ઘરેણું ઘરનું હોય, પણ સેફ કસ્ટડીમાં લેવા જવા જેટલી સલામતી ન હોય તો તેનું શું ? અનાજના કેકારની ચાવી રયા પાસે હોય અને તે આવી શકે તેવી સ્થિતિમાં ન હોય તો શુ ? ત્યારે તો પાછા ગુચવાયા.