________________
પ્રવેગક રહેતુ નથી, કોઈ ઈચ્છવા જેવું રહેતું નથી, કાઈ એની પાછળ પડી મરવા જેવું રહેતું નથી. - જે સુખ સ્થાયી ન હોય, જે સુખની પછવાડે દુ ખ આવવાની સંભાવના હોય એને સુખ કેમ કહેવાય છે ત્યારે આ તે પાછી ફસામણું થઈ. બીજી રીતે જોઈએ તો શક્તિસ પન્ના માણુ શક્તિને ઉપયોગ કરી છેડી વસ્તુઓ કે ધન મેળવે, એ ધન કે વસ્તુના સાધનોથી મોજશોખ માણે, મોજશોખને પરિણામે અધ પાત થાય. આ રીતે તે એક ખાડામાથી બીજામાં અને બીજામાથી ત્રીજામાં પડવાનુ જ થાય. એમાં કોઈ છેડે દેખાતો નથી, પાર આવતું નથી, કાઠે માલૂમ પડતો નથી. ત્યારે હવે કરવું શુ ? જવું કયા? આમ ને આમ ચક્કરમાં ઉપર-નીચે આવ્યા કરીએ અને થોડા વખત મનમાં સુખના સ્વમમાં વિચરીએ એ તે કાઈ વાજબી વાત છે ? કરવા જેવી વાત છે ? ત્યારે કોઈ એવુ સુખ શોધીએ કે જે હમેશને માટે ટકી રહે અને એની પછવાડે ઉપર કચવાટ જેવી સ્થિતિ વર્ણવી છે તેવી કદી ન થાય હંમેશને માટે “સુખ” મળે તો એક ખાડામાંથી બીજામાં પડવાનો ભય મટી જાય અને પછી રિથતિસ્થાપકતા એવી જામી જાય કે નિર તરને માટે આપણે આનદમાં, મજા માણીએ.
આવી મોટી ગૂ ચવણમાં પડતા વિચાર જરૂર આવે તેમ છે કે અત્યારની જે રચના છે અને જેમા પ્રાણી સાચુ-ખોટુ સુખ માની રહેલ છે તેનું કારણ શું હશે? અને આ એક ખાડામાંથી બીજમા પડવાની સ્થિતિનો અંત ક્યા અને કેમ આવે? એ વિચાર-સવાલની સાથે જ ખ્યાલ આવે છે કે ઘણુ ખરુ પ્રાણી સુખ શું છે અને ક્યા છે? તથા સાચું સ્થાયી સુખ ક્યા હોઈ શકે? – તેને ખ્યાલ જ કરતો નથી. સ્થળ કે માનસિક સુખ હમેશને માટે બની રહે તે માટે ખાસ વિચારણા જ કરતો નથી અને નાની નાની સગવડ મળે કે તેમાં રાચી જઈ પિતાને “સુખી માની લે છે. વળી તેને છેડે આવતા પાછો વિષાદમાં પડી જાય છે અને ગુચવણમાં અટવાઈ જાય છે એને માથે મરણનો ભય તો ઊભે જ હોય છે અને ધનના સાધનથી જમાવેલી સૃષ્ટિ પાછી છોડી જવી પડશે એ ખ્યાલ તે તેના મગજમાં કાયમ રહે છે. કેટલીક વખત આ ચીજ “મારી, આ બંગલે “મારે, આ હૈયા છોકરા “મારા, આ ફરનીચર “મારુ” એવી એવી કલ્પના કરી એ સ સારમાં ખૂબ રસ લઈ દોડાદોડ કરે છે, પણ જરા માથું દુખવા આવે છે કે ૧૦૪ ડિગ્રી તાવ આવે છે ત્યારે પાછો વળી એ વિચારમાં પડી જાય છે
એના મનોવિકારે તો એટલા જબરા હોય છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. અભિમાન કરે ત્યારે એ ભિખારી હોય તે પણ પોતાની ભીખ માગવાની કુશળતાનું એ વર્ણન કરશે, પાચ-પચાસ માણસના મડળમા એને કાઈ હાદો હશે તે કુલાઈ જશે, મેળાવડામાં જશે તે આગળ ખુરશી મળતા એ મેટો થઈ જશે પિતાની તદ્દન નાનકડી દુનિયામાં એ કે દ્ર થવા પ્રયત્ન કરશે, એનો દભ પાર વગરનો હશે, એની આત્મવચના એને ખોટે ધમી