________________
શાંતસુધારમાં છે તેઓને માટે આ તદન સાચી વાત છે અને એ કક્ષામાં સંખ્યાબંધ માસે આવે તેમ છે, તેથી તેઓને ઉદેશીને આ હકીકત હોઈ સર્વ મનુષ્યોને એ લાગુ પડી શકે તેમ છે એમ કહેવુ એમાં જરા પણ વાઘે જણાતો નથી આત્માની ઓળખાણ એ બહુ જરૂરી પણ તેટલી જ મુશ્કેલ હકીકત છે અને તેને બરાબર ઓળખનાર તેમ જ ઓળખીને એને જ અપનાવનાર માટે અત્ર વક્તવ્ય નથી આપણી ચર્ચામાં એવા જીવન્મુક્ત દશા ભોગવનાર, સંસારમાં રહી સાક્ષીભાવે કાર્ય કરનાર અને વિવેકપૂર્વક સ્વ–પરનું વિવેચન કરી ને આદરના અને પરને તજનાર માટે સ્થાન નથી પણ એ કક્ષામાં બહુ ઓછા જીવ હોવાથી આપણે તેનો વિચાર કરવાનો નથી આ વિચારણામાં ક્યા ક્યા વિચારણા કરી છે ત્યાં ત્યાં આપણુ જેવી સામાન્ય વ્યક્તિને ઉદેશીને છે એમ સમજવું અને સાથે એટલુ લક્ષમાં રાખવું કે એ કક્ષામાં લગભગ ઘણા ખરા માનવોનો સમાવેશ થાય છે.
દરેક પ્રાણ કેઈક વસ્તુની ઇચ્છા તો જરૂર રાખે છે. એની ક્રિયાને સાધ્ય કે હેતુ હોતા નથી, છતા ઘણાખરા પ્રાણીઓને પૂછીએ તો એ વાત કબૂલ નહિ કરે. એ જરા ઊડી વિચારણાની હકીક્ત હાઈ એને ખ્યાલ સ્પષ્ટ રીતે દરેકને આવવો મુશ્કેલ જણાય છે અને સ્વીકાર તો લગભગ અશક્ય જ ગણાય ત્યારે આપણે ઉપર ઉપરનો ખ્યાલ લઈએ તો માલુમ પડશે કે પ્રત્યેક પ્રાણીની વાછા “સુ” મેળવવાની હોય છે આ સુખનો ખ્યાલ ઘણીખરી વખત તદ્દન અવ્યવસ્થિત હોય છે કઈ ખાવાપીવામાં સુખ માને છે, કોઈ કલર નેકટાઈ પહેરવામાં સુખ માને છે, કેઈ ફ્રૉક કોટ અને પહેટ પહેરવામાં સુખ માને છે, કઈ વાયલ અને રેશમી વસ્ત્રમાં સુખ માને છે, કેઈ ભ્રમરની જેમ સ્ત્રીઓમાં રમણ કરવામાં સુખ માને છે, કેાઈ રૂમાલમાં સેન્ટ કે માથામાં અત્તર લગાડવામાં સુખ માને છે, કેઈ નાટકસિનેમા જોવામાં સુખ માને છે, કેઈ હારમોનિયમ, પિયાનો સાભળવામા સુખ માને છે, કઈ દિલરૂબા–સત્તાર સાભળવામાં મજા લે છે, કેઈ ઉસ્તાદ ગાયકના ગાનમાં મોજ માણે છે, કેઈ સુંદરીના નાચમાં જ માણે છે, કેાઈ સુદરી સાથે નાચવામા આનદ માણે છે વગેરે વગેરે સુખના ખ્યાલે અનેક પ્રકારના હોય છે
કેઈ પણ સુખ સ્થાયી રહેતું નથી. સુખની મુદ્દત ઘણી ટૂંકી હોય છે અને માનેલ સુખ પણ જ્યારે પૂરું થાય ત્યારે પછવાડે કચવાટ મૂકી જાય છે દૂધપાકના સબડકા લેનારને માત્ર બેથી ચાર સેકડ સુખ પ્રાપ્ત થાય છે, પણ પછી શું ? અને સુખને માટે બીજી વાત એ છે કે ત્યારે એ દિવસે વહી જાય છે અને તેનાથી ઊલટી સ્થિતિ આવે છે એટલે કે ખૂબ ખાનારને ભૂખમા દહાડા કાઢવા પડે છે ત્યારે આગળ ભેગવેલ સુખ તેને કાઈ કામ આવતું નથી, તેનું સ્મરણ ઊલટુ દુ ખ આપે છે અને સુખ વખત સર્વદા તો રહેતો જ નથી ત્યારે કોઈ પણ પદગલિક સુખ કલ્પીએ, એની રિથતિ વિચારીએ અને એની ગેરહાજરીમાં થતી મનની દશા વિચારીએ તો એ માની લીધેલા સુખમાં પણ કોઈ દમ જેવું