________________
પ્ર વે શ ક
આ જીવન એ એક મહાન વિકટ પ્રશ્ન છે એને ઉદ્દેશ શો અને એનું સાફલ્ય કઈ રીતે સાધી શકાય એ બને બાબતનો નિકાલ કર એ ઘણે આકરો પ્રશ્ન છે. જીવનની સફળતા સાધવા માટે પ્રાણી અનેક પ્રકારના પ્રયત્ન કરે છે, અનેક જાતની હીમતો કરે છે, અનેક જાતની દોડાદોડી કરે છે અને અનેક પ્રકારના પછાડા મારે છે, પણ ઘણીખરી વાર તો તે શેને માટે એ સર્વ કરે છે એનો એના મનમાં ખ્યાલ પણ હોતો નથી. જે માનસવિદ્યા દ્વારા એના મનનુ એ પૃથક્કરણ કરે તો એને માલુમ પડે કે એની દેખાદડી અને ધમપછાડામાં કાઈ હેતુ નથી અને કોઈ સાધ્ય પણ નથી તદ્દન માનવામાં ન આવે એવી વાત છે, છતાં તે તદ્દન સાચી વાત છે કે આ પ્રાણીની સર્વ પ્રવૃત્તિઓની પાછળ રહેલા હેતુને તપાસીએ તો તેમા તદ્દન અ ધકાર અથવા અવ્યવસ્થા માલુમ પડશે આપણા આ તરાત્માને પૂછીએ કે આ સર્વ દોડાદોડી શાને માટે? કોને માટે? ક્યા ભવ માટે? કેટલા વખત માટે અને પરિણામે મેળવવાનુ શુ? તો જવાબમાં એવા ગોટો વળશે કે ન પૂછો વાત ! અને છતા દોડાદડી તો ચાલ્યા જ કરે છે, રેટનુ ચક ફર્યા જ કરે છે, અથડાઅથડી થયા જ કરે છે અને છતા પાછો સવાલ એ તરાત્માને પૂછીએ કે ભાઈ! આ બધું ક્યાં સુધી ? અને શા માટે ? તે પાછો જવાબ શૂન્યમા જ આવશે. અને હજુ એવી વિચારણા પૂરી નહિ થઈ હોય ત્યાં તો મન દોડાદોડી કરવા મડી જશે એને શાંતિથી બેસવાની – સ્થિર રહેવાની ટેવ જ નથી એને એમા ખરી મજા જ આવતી નથી, એથી એ સાધ્ય કે હેતુનો વિચાર કર્યા વગર પાછું દોડાદોડીમા પડી જશે અને અનેક પ્રકારનાં નાટકોમાં ભાગ લેશે કોઈ વખત વળી જરા વિચારમાં પડી જશે ત્યારે એની દશા ચણા ખાતા ઘોડાના મુખમાં કાકરે આવતા જેવી થાય તેવી થશે એ જરા ચકશે અને પાછો વળી ચણ ખાવા મડી જશે
પણ આ વાત મૂર્ખ માણસની કહી કે સમજુ-ડાહ્યા-ભણેલા-પાચમા પુછાય તેવા માણસને પણ એ વાત લાગુ પડે? ઉપર કહ્યું કે એની દેડાદોડીમા હેતુ કે સાધ્ય નથી એ વાત મૂર્ખાઓને લાગુ પડે કે લગભગ સર્વને લાગુ પડે ? આવો પ્રશ્ન થાય તો તેને જવાબ એક જ મળે તેમ છે અને તે એ કે સમા નવાણુ અથવા હજારે નવ સે નવાણું માણસો પોતે શેને માટે દેડાદોડી કરે છે તે જાણતા નથી, વિચારતા નથી, સમજતા નથી, સમજવા પ્રયત્ન પણ કરતા નથી આપણા આત્મગૌરવને આ વિચાર ખરેખર નીચો પાડનાર લાગે તે છે, પણ જે પ્રાણીઓ આત્માને જ ઓળખતા નથી, આત્મગૌરવ શું અને કોન ? – તે જાણતા નથી અને ગૌરવ કેમ જળવાય કે પોતાનું કેમ કરાય ? – તેને સ્પષ્ટ ખ્યાલ વગરના
૧