________________
[૮૮] આ વિચારણા અને દાખલાઓની તે યુગના સાહિત્ય પર અસર થઈ જણાય છે. સત્યવિજય પન્યાસ જેવા મૂળ પાટ છોડી વિજયસિ હસૂરિના સમયમાં બહાર નીકળી જઇ કિયાઉદ્ધાર કરે કે આચાર્યપદ લેવાની આનાકાની કરે એમાં ઊંડો ગ કારણભૂત જણાય છે. શ્રીમાન આત્મારામજી મહારાજે “જૈનતજ્વાદશમા પૃ. ૬-૮માં જણાવ્યુ છે કે “શ્રી સત્યવિજય ગણિજી ક્રિયાઉદ્ધાર કરી શ્રી આન દઘનજી સાથે બહુ વર્ષ સુધી વનવાસમાં રહ્યા, તથા મહાતપસ્યા, યોગાભ્યાસ પ્રમુખ કર્યું જ્યારે બહુ જ વૃદ્ધ થઈ ગયા અને પગમાં ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહીલપુરપાટણમાં આવીને રહ્યા” આટલા ઉપરથી ગીમાર્ગને અને આન દઘનજીની કેટલી અસર તે યુગ પર થઈ હતી તે જણાય છે. છતા આ બાબતમાં દિગબરના શુષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા બનારસીદાસે કરી હતી અને જેને માટે જીવનના ઉત્તર ભાગમાં તેમને પિતાને જ ખેદ થયે હતો તે સ્થિતિ વેતાબર સમાજમા ન થઈ (જે. સા ઈતિહાસ, પૃ પ૭૯) સત્યવિજય પંન્યાસ અન્ય ત અધ્યાત્મી છતા અને વનવાસમાં આન દઘનજી સાથે રહેલ હોવા છતા ખૂબ ક્રિયાતત્પર હતા એમ એમના જીવનની અનેક વિભૂતિઓ જળવાઈ રહી છે તે પરથી જણાય છે એ સર્વ વાતને સમન્વય શ્રીમદ્યશવિજય ઉપાધ્યાયે ૩૫૦ ગાથાના સ્તવનમાં સીમ ધરસ્વામીની વિજ્ઞપ્તિરૂપે કર્યો છે. એ એકાત ક્રિયાયોગ કે એકાત જ્ઞાનયોગમાં સાર નથી એમ બતાવી જ્ઞાન-ક્રિયાને સહકાર કરવા ભલામણ કરે છે (ટાળ ૧૬ મી. ગાથા ૨૪) આ વિશિષ્ટતાના સ્વીકારથી જન તાબર સમાજ ટકી રહ્યો જણાય છે
આ જ્ઞાન-ક્રિયાને સહકાર બતાવનાર તે કાળના ગ્રામા “જસવિલાસ”, જ્ઞાનવિલાસ”“વિનયવિલાસ' વગેરે કૃતિઓ છે આત્મિક વિચાર કરવા, આત્માને ઉદ્દેશીને તત્ત્વચિતવન કરવું, આત્માના ઉચ્ચ ઉઠયનો કરવા–એ યોગનું લાક્ષણિક અગ છે પદોની કૃતિને “વિલાસ કહે એ પરિભાષામાં જ ભારે ચમત્કાર છે. સ સારરસિકે વિલાસ
ગારમાં હોય અધ્યાત્મરસિક “અબ હમ અમર ભયે ન મરે ગેરના ગાનમા વિલાસ કરે એ ઉપરાત “અધ્યાત્મસાર” કે “જ્ઞાનસાર” જેવા ગ્ર છે જે યુગમા બને તેની અધ્યાત્મભાવના બહુ ઉચ્ચ પ્રકારની હોય એમ કહેવામાં જરા પણ સ કોચ થાય તેમ નથી અને ખૂબીની વાત એ છે કે એટલું યે અધ્યાત્મ તરફ વલણ છતા એ યુગમાં ક્રિયાના અનેક ગ્રે શે રચાયા છે, મોટા આડ બરથી પ્રતિષ્ઠા વગેરે મહોત્સ થયા છે મતલબ આ યુગે જ્ઞાન અને ક્રિયાને સહકાર સાધવા અનેકવિધ પ્રયત્ન કર્યા હોય એમ તે યુગના સાહિત્ય પરથી જણાય છે ક્રિયાગ–
અઢારમી સદીના પ્રધાન સૂર ક્રિયાયોગ જણાય છે. એમાં આન દઘનજી જેવા ગી શરૂઆતમાં થયા અને ઉપર જણાવ્યા તેવા આત્મવિલાની રચના પણ થઈ છતા એમાં