________________
[૮૭]
જગવાલો' જેવાં ભાવવાહી અને સાદાં તથા અર્થગર્ભિત સ્તવન લખવાની પણ આવડત હતી. “ખ ડખાદ્ય જેવા ન્યાયના ગ્રંથ લખનાર “સમેતિતક પર ટીકા લખે, “જ્ઞાનસાર જે અધ્યાત્મ થ લખે અને સીમ ધરસ્વામીને વિજ્ઞપ્તિ ગુજરાતીમાં કરે, સાથે “ગિરુઆ રે ગુણ તુમતણ” જેવા સ્તવન જેવી સાદી પણ પૂર્ણ ભાવવાહી કૃતિ બનાવી શકે એવા સર્વદેશીય લેખક તે જન કે જેનેતરમાં ભાગ્યે જ જોવા-જાણવા મળે છે. પણ તે ઉપરાંત એ યુગમાં સાહિત્યના ખેડાણની વિવિધ દિશાઓ જોતા એક દરે એ યુગ માટે સાહિત્યની નજરે માન થયા વગર રહે તેમ નથી આ યુગમાં ધર્મ સાહિત્ય અને રાસસાહિત્ય, સ્તવને અને સઝાયો પણ ખૂબ લખાયાં છે. એને વિસ્તાર સદર એતિહાસિક કૃતિમાં જોઈ લેવા જે છે. આપણે તે અત્ર અઢારમી સદીનું વિહંગાવલોકન કરીએ છીએ એટલે એ સર્વનો નામનિદેશ કે કૃતિઓની વિશિષ્ટતા ચર્ચવાનું બની શકે નહિ, પણ એક દરે આ સમય જૈન સાહિત્યની નજરે ખૂબ સફળ ગણાય. અઢારમી સદી પછી સાહિત્યને અને અને ખાસ કરીને સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યને અગે જન સમાજમાં જે મદતા આવી ગઈ તેનો વિચાર કરીએ છીએ ત્યારે શ્રી હીરવિજયસૂરિથી શરૂ કરીને શ્રીમદ્યશોવિજય ઉપાધ્યાયને સમય (એટલે સત્તરમી સદી આખી અને અઢારમીને મોટો ભાગ) સાહિત્યની નજરે જ્ઞાનનો ઉદયકાળ ગણું શકાય અધ્યાત્મ
સત્તરમી સદીની આખરના ભાગમાં અને કદાચ અઢારમીની શરૂઆતમાં શ્રી આનંદઘનજી થયા એમનું નામ “લાભાન દ હતુ ‘આનંદ’ શબ્દમાં રહેલે ચમત્કાર તેમણે ખરેખરે જીવન જીવીને બતાવ્યો એ ખરા યોગી હતા. એમને અને શ્રીમદવિજયં ઉપાધ્યાયને મેળાપ થયો તે એતિહાસિક રસિક બનાવ શ્રી યશોવિજયવિરચિત “અષ્ટપદીથી જળવાઈ રહ્યો છે એમણે અસાધારણ ભાવગર્ભિત લગભગ ૧૦૮ પદ લખ્યા અને ચોવીશ તીર્થ કરની
તુતિગર્ભિત ચોવીશીનાં બાવીશ સ્તવનો રચ્યાં એ અદભુત યોગી હતા, બ ધનમુક્ત હતા, આત્માના વિકાસને ઓળખનાર હતા અને નિબદ્ધ વિરાગી હતા એમણે વ્યવહાર-નિશ્ચય સમન્વય કરીને અનેક તત્ત્વદશી વાત કરી નાખી છે. તેમના અવધૂત જીવનની છાયા તદ્દયુગીય જીવન અને સાહિત્ય પર પડી જણાય છે દિગબર સ પ્રદાયમાં બનારસીદાસ થયા, દક્ષિણમાં ‘તુકારામ થયા, સાથે શિવાજીના ગુરુ રામદાસ થયા, ગુરુ ગોવિંદસિંહ પણ એ જ યુગમાં થયા એટલે એકદરે અઢારમી સદીની શરૂઆત થાય તે પહેલાં આત્મજ્ઞાનની ભૂમિકા તૈયાર થઈ ગઈ હતી આ વિષય પર મે “આનંદઘનપદ્યાવલિ, પ્રથમ ભાગના ઉપોદઘાતમાં ખૂબ વિસ્તાર કર્યો છે (સદર ગ્રથનો ઉપોદઘાત પૃ ૧૧૧થી આગળ), તે પરથી જણાશે કે એ યુગમાં આત્મરસિક મહાત્માઓ પણ સારી સંખ્યામાં જનતા પર પોતાના દૃષ્ટાતથી અસર કરી રહ્યા હતા.