________________
[૯] મુખ્યતા તે ક્રિયાયોગની જ રહી હોય તેમ જણાય છે સત્યવિજય પન્યાસે કિયાઉદ્ધાર કર્યો તેમા પણ મુખ્યતા તો ક્રિયાશિથિલતાની સામે તેમના વિરોધની હતી અને વિજય ઉપાધ્યાયજીએ સીમ ધરસ્વામીને વિજ્ઞપ્તિ કરી છે તેમાં જરા ઊંડા ઊતરીને વિચારતા એમ લાગ્યા વગર રહે તેમ નથી કે એ વખતે ક્રિયાગ પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો. એમણે ૧૨૫ અને ૩૫૦ ગાથાના સ્તવનમાં ખૂબ વરાળ કાઢી છે, એમણે જ્ઞાનની મદતા પર અરેરાટી કરી છે અને રહસ્ય સમજ્યા વગર માત્ર ક્રિયાની મુખ્યતા કરનાર, કરાવનાર અને તે માટે પ્રેરણા કરનાર સામે ખૂબ લખ્યું છે. એ વિચારતા અને આખી અઢારમી સદીમાં ચાવીશી, વીશી સ્તવને, સજ્જા વગેરે કૃતિઓ બની છે, પૂજા તથા રાસે બન્યા છે તે જતાં એમાં પ્રધાન સૂર કિયાગને જણાય છે અને જ્ઞાનની જાગૃતિ કરાવે તેવા મહાપ્રબળ લેખકે અઢારમી સદીની શરૂઆતમાં થયા છતા એ સર્વ હકીકત ધીમે ધીમે ઓછી થતી ચાલી એનું કારણ એ યુગનો પ્રધાન સૂર દર્શન-ઉદ્યોતને હતો એમ વિચાર કરવા લાગ્યા વગર રહે તેમ નથી માનવિજય, રામવિજય, ઉદયરત્ન, લાવણ્યસમય વગેરે અનેક મહાન ગુર્જર લેખક થયા છે તેમની કૃતિઓ અને તે યુગના રાસે વાચતા આ વાત સવિશેષપણે બહાર આવે છે આ યુગમાં ગુજરાતી સાહિત્યનું પણ ખૂબ ખેડાણ થયુ છે. અઢારમી સદીની વિલક્ષણતા એ છે કે એની શરૂઆતમાં ન્યાય, આગમ અને ક્યા છે સ કૃત-પ્રાકૃતમા ખૂબ લખાયા, અનેક ટીકાઓ અને મૌલિક ગ્રથોની રચના થઈ તેને મધ્ય કાળમાં સંસ્કૃત અભ્યાસ ઘટતો ચાલ્યો અને ગુજરાતી રચનાઓ વધતી ચાલી છેવટે ઘણાખરા ગ્રથનાં બાળાવબેધ અથવા ગુજરાતી ભાષાત થવા લાગ્યા. આ રીતે લખાયું ઘણું, છતા આ દરખાનેથી ઉત્તરોત્તર અભ્યાસ ઘટતે ચાલ્યો, અને તે વાત જેમ આગળ વધતા જઈએ છીએ તેમ અઢારમી સદીની આખર સુધીમાં સ્પષ્ટ રીતે જણાતી જાય છે. આમાની કેટલીક હકીકત શ્રી આનંદઘનપદ્યરત્નાવલી’ના ઉપદ્યાતમા મે લખી છે તેથી અત્ર પુનરાવર્તનની જરૂર નથી. માત્ર આનદઘનજીને યુગ હું સત્તરમીની આખરમાં મૂકુ છુ અને અત્યારે આપણે અઢારમી સદીની શરૂઆતના પૂર્વાર્ધનો ખાસ કરીને વિચાર કરી રહ્યા છીએ. આટલી વાત ધ્યાનમાં રહે તો થોડા ફેરફાર સાથે સદર ઉદઘાતનો અને અહીં કહેલ વાતનો મેળ ખાઈ જશે
-X
- -
૧?