________________
૪૮૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ- ભાગ ૨ સુખને આપનારા, સદ્દબુદ્ધિના નિધાન, સંસારમાં ડૂબેલા લેકેને માટે વહાણરૂપ, પાપને હરનારા, પુણયના વિસ્તૃત ઘરરૂપ, ક્ષેમ આપનારા, કામને જીતનારા, વિદ્વાનેને માન્ય, માયાના શિખરને ભાંગનારા,વિશાળ મહિમાવાળા સૂરીશ્વરમાં મુખ્ય, નિપુણ સુશિષ્યથી યુક્ત શ્રી જયશેખરસૂરીશ્વરજીને હું વર્ણવું છું.
શ્રી જિનશાસનરૂપ વૃક્ષને સીંચવામાં શ્રેષ્ઠ જલધર રૂપ, વિશાલ એવા અચલગચ્છમાં સુનિધર્મના મુગટરૂપ, ચંદ્ર સમાન કીર્તિની સમૃદ્ધિ વડે ભૂતલને અલંકૃત કરનારા, શીલરૂપી મજબૂત બખતરનાં બંધનથી મેહરૂપી અર્ગલાને ભાંગનારા, શ્રીમદ્દ મહેન્દ્રપ્રભસૂરિ સુગુરુના શિષ્યમાં મુખ્ય અને શ્રેષ્ઠ એવા શ્રી જયશેખરસુરીન્દ્ર! આપ જયને પામો અને સકલ સંઘનું કલ્યાણ કરે.