________________
४२६
મહાકવિ જયશેખરસૂરિ-ભાગ ૨ વીતરાગદેવની આજ્ઞાને મહિમા, આજ્ઞારહિત અને અવિધિથી કરેલા. ધર્મની નિરર્થકતા, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ વચ્ચેનો તફાવત, ગચ્છનું સ્વરૂપ અને તેની ઉપયોગિતા, દાન, શીલ, તપ અને ભાવની મહત્તા, સત્સંગ અને યતના (જયા), કષાયો અને તેનાથી થતી દુર્ગતિઓ, શ્રાવકની અગિયાર પ્રતિમાઓ, બ્રહ્મચર્યની ઉપાસના, વ્રતભંગનું પાપ, જિન-પ્રવચન અને જિનદ્રવ્યના રક્ષણનું ફળ, જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા, દુષ્કૃત મિથ્યા, અને મિચ્છામિ દુક્કડનું શાબ્દિક રહસ્ય, વ્યતીર્થ અને ભાવતીર્થ, અહિંસા અને સંયમ, પૌષધને મહિમા, કર્મના પ્રકારો અને તેના ફળને વિપાક એવા એવા ઘણા જુદા જુદા વિષયોને સમાવેશ થાય છે.
આ કૃતિમાં જે ગાથાઓ આપી છે તે વાંચતા જ ગમી જાય એવું એનું અર્થ રહસ્ય છે. વળી કંઠસ્થ કરવાનું મન થાય અને કંઠસ્થ કરવાનું સરળ લાગે એવી આ ગાથાઓની શબ્દરચના છે. આ બધી નીવડેલી ગાથાઓ છે, એટલે કે અનેક રોકાઓથી સમય સમયની પ્રજાઓએ પોતાનાં અમૂલ્ય કઠાભરણની જેમ પિતાના કંઠમાં કંઠસ્થ કરીને આ ગાથાઓને સાચવી રાખી છે. સમયની કર્સટીમાંથી પાર પડેલી આ ગાથાએ આત્મસંયમમાં રહેનારા અને આરાધના કરનાર છને માટે અત્યંત પ્રિય થઈ પડે એવી છે.
આ ગાથાઓમાંની કેટલીયે ગાથાઓ અત્યારે પણ સુપ્રસિદ્ધ છે. કવિએ કેવી કેવી ગાથાઓનુ ઉદ્ધરણ કર્યું છે તે નીચેની થોડીક - નમૂનારૂપ ગાથાઓ જેવાથી જણાશે.
सेथवरो य आसंबरो य, बुद्धो अ अहव अन्नो वा।
समभाव भाविअप्पा, लहेइ मुक्ख न संदेहो ॥२॥ TAવેતાંબર છે કે દિગંબર, બૌદ્ધ છે કે અન્ય કેઈ, જે સમભાવથી ભાવિત આત્મા છે તે નિઃસંદેહ મોક્ષ મેળવે છે]