________________
૩૦૬
મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ એવા મારા મમને કહેતાં હું લજજા પાસું છું આજે પણ આ કાર્યોથી વિરક્ત થ નથી. આપ દયાળુ દેવ છે. હમણાં સુધી હું સંસારની જંજાળમાં રક્ત છું એ વાત મને ખટકે છે.
અંધકારથી દુખી જીવ સૂર્યનું સ્મરણ કરે છે, નદીનાં પૂરમાં ડૂબતે જીવ હોડીને સહારે લે છે, અસહ્ય ઠંડીમાં અગ્નિને સહારે લે છે. પંકથી મલિન દેહને જળથી ધોવે છે. રોગી રાસાયણનું ચિંતન કરે છે, તેમ સંસારરૂપી દાવાનલથી તપ્ત થયેલ જીવ આપના શરણે આવે છે. તે ભાવિકના ભાવસંબધી ફેરને આપ ભાંગી નાખે છે. આપને આ મહિમા જઈ હવે હું કઈ બીજાને સેવવાને ઇચ્છતું નથી.
આપનાં ચરણને સાધીને હુ લાભમાં જ રહું છું. હે સવામી! મને રસ્તામાં (સંસારમાં ભટકતે) મૂકી ન દેતા. આપ સદા મારી સાર કરજે અને ભવાંતરમાં પણ આપનું શાસન અને બેધિબીજ આપજે.”
કવિએ આ અને અન્ય કેટલીક વિનતીઓમાં છવ સંસારમાં કેવી કેવી છવાયેનિઓમાં ભટકે છે તે સચોટતાથી દર્શાવ્યું છે. એમાં જૈન ધર્મ અને સિદ્ધાંતની પાયાની માન્યતા વર્ણવાઈ છે. રાગ્યશતક' નામની કૃતિમાં લખ્યું છે;
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं; न जाया न मुआ जत्थ, सम्वे जीवा अणंतसो. २३
એવી કોઈ જાતિ નથી, એવી કોઈ એનિ નથી, એવું કેઈ સ્થાન નથી અને એવું કોઈ કુળ નથી કે જ્યાં સવ છે અનતી વાર જન્મમરણને પામ્યા ન હોય.
આ વિનતીમાં વિવિધ ગતિના ભવભ્રમણનાં દુખે નિરાશ કરી, તીર્થંકર પરમાત્માનું શરણ મળતાં તે દુખ કેવી રીતે દર થાય છે તેનું વર્ણન કવિએ કર્યું છે. પ્રભુનું શરણ કેવું અને કેટલું