________________
વિનતી સંગ્રહ
-
જ આ વાયડ તીર્થ વિશે “અષ્ટોત્તરી તીર્થમાલામાં શ્રી મહેન્દ્રસૂરિ લખે છેઃ
વાયડનયર સુણિરુવય, જીવ ત સામિ પહિમમહ વદ તહ વીરજિણું, સત્તર સંવરછર સયા જસ્સ ૧૦૧
હિં વાયડનગરને વિષે જીવતો છતાં સ્થાપન કરેલી એવી સુનિસુવ્રતસ્વામીની પ્રતિમાને વંદન કરું છું તથા તે જ વાયડ નગરને વિષે વીરજિનને હું વંદન કરું છું, જેને સ્થાપન કર્યાને સત્તર વર્ષ થયાં છે.]
આ વિનતીમાં જે તીર્થનું વર્ણન છે તેમાં મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રતસ્વામી છે. કવિએ વર્ણન કર્યું છે તે પ્રમાણે મૂળનાયકની આસપાસ શ્રી આદિનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા છે.
આ તીર્થમાં કવિએ વર્ણવ્યા પ્રમાણે અન્ય ગભારામાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુની પ્રતિમા છે. કવિએ આ પદમાં શ્રી સુનિ સુવ્રતસ્વામી માટે આરંભની ત્રણ કડી લખી છે અને શ્રી મહાવીરસ્વામી માટે અંતિમ ચાર કડી લખી છે. એ ઉપરથી પણ આ તીર્થમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ઉપરાંત શ્રી મહાવીર સ્વામીને મહિમા પણ મોટે હતો એમ જણાય છે. વળી શ્રી અચલગરખેશ્વર શ્રીમ”હેસૂરિની રચના ઉપરથી પણ જણાય છે.
એકંદરે, કાવ્યગુણની દષ્ટિએ આ રચના સાધારણ કક્ષાની છે.
* જુઓ શ્રી વિધિ પક્ષ(અચલગચ્છીય શ્રાવક પચપ્રતિક્રમણ સૂત્ર [વિધિસહિતા
સંશોધક: ૫ પૂ આ. ભ. શ્રી ગુણસાગરસુરીશ્વરજી મ. સા, વિક્રમ સં. ૨૦૪૦, અષ્ટોત્તરી તીર્થમાલા, પાના ન. ૯૧, ગાથા ન, ૧૦૧
મ-૧૯