________________
૨૯
મહાકવિ શ્રી જયશેખરસૂરિ - ભાગ ૨ માજાએ ઊછળે છે તેમ શ્રી પાર્શ્વપ્રભુને જોતાં મનમાં આનંદ ઉભરાય છે.
એ પછી શ્રી નેમિનાથપ્રભુને પ્રમીશું. તેઓ પાપને હરના છે. શિવપુરના માર્ગે ચાલવામાં પાંગળા એવા આપણે એમની કૃપાથી હવે કુશળતાથી ચાલીશું.
આ બધા જિનેશ્વરોની મધ્યમાં રહેલા એવા શ્રી વીરપ્રભુના હવે હું દર્શન કરું છું, કે જેથી આ સંસારમાં મારે મનુષ્ય જન્મ સફળ થાય.
વાયડ નગરમાં હરિ, હર, ચંદ્ર અને સૂર્યાદિ બધા દેવતાઓ અવતર્યા છે. હે વીર જિનેન્દ્ર ! તે બધામાં આ૫ તારાગણમાં ચંદ્રમા સમાન છે.
હૈ વીર પ્રભુ ! જેમ જેમ આનંદથી આપનાં દર્શન કરું છું તેમ તેમ આપ જાણે નેત્રમાં જ લેપાઈ જાવ છો. [હૈયામાં આલેખાઈ ગયા છો.] આપનાં દર્શનની તૃષા છીપતી નથી.
જે અભિમાનને ત્યાગ કરીને દિવસ-રાત શ્રી વીરપ્રભુની સેવા કરે છે તેના ઘરે નવે નિધાને પ્રગટે છે અને હાથમાં ચિંતામણિરતન મળે છે.”
કવિએ જે તીર્થ વિશે આ રચના કરી છે તે તીથ વાયડ તરીકે પ્રસિદ્ધ હતું. આ તીર્થ તે ભૃગુકચ્છ અથવા ભરૂચ છે. પ્રાચીન સમયમાં આ તીર્થના અનેક જીર્ણોદ્ધાર થયા હતા છેલે કુમારપાળ ભૂપાલના મંત્રી ઉદયનના પુત્ર અંબઠમંત્રીએ પિતાના શ્રેયાર્થે જીદ્ધાર કરાવ્યો હતે. અંબઇમત્રીના મોટાભાઈ કવિ વાગભટે શત્રુંજય તીથને ઉતાર, ગિરનારના માર્ગની સુગમતા, એવા અનેક ઉત્તમ કાર્યો કર્યા હતાં.
કવિ શ્રી વાગભટના નામ ઉપરથી કદાચ વાય’ શબ્દ આવ્યો હશે.