________________
૨૮૬
મહાકવિ શ્રી જયશેખરસુરિ– ભાગ ૨ લઉં છું. આપ તે કેઈના પર રીઝતા કે ખીજતા નથી. પરંતુ આપના દર્શનથી જાણે અમૃતકુંડમાં રમતા હોઈએ એ આનંદ થાય છે..
આ લઘુ રચનામાં કવિએ સિદ્ધાચલ પર બિરાજમાન આદિનાથ પ્રભુને જન્મમરણને ભાર ઉતારી આપવા એટલે કે મુક્તિ અપાવવા વિનંતી કરી છે. બીજી કડીમાં પિતાના આનંદને વ્યક્ત કરવા આપેલી સૂકા ખેતરમાં વૃષ્ટિ વગેરેની ઉપમાઓ મનહર છે.
(૨૨) વાયડ શ્રી મુનિસુવ્રત વિનતી પામિય ઘણુ અણુરાઉ, વાયડિ વાંદઉ વીસમ, મુણિ સુવય નિણરાઉ ભવ ભાગ તુહિ વસમએ. ૧ નાસઈ જેહનઈ નામિ કલિમલ પાણિય પંક જિમ, જેતા જીવતસામિ નયણે ત્રિસથી ૫ઈ નહિ. ૨ વચ્છર લક્ષ અગ્યાર વ્યાસી સહસા અગ્રલય, ઈણિ થાનકિ અવતારુ નિહયણ અધવ તુઝ હુઈ. ૩ આગવિ આદિ જિPરા કેસર કુમિહિ જિય, એ મન માનિસિ મનસુએ સિરિ પૂરઈ પૂજતિય. ૪ તું ચંદ૫હનાહુ ચંદકિરણ જિમ ઊજલઉં, ફેડઈ ભવડુહ દાહુ ભાવિહિઈ ભવિવણિ ભેટિયઉ. ૫ પાસઈ પાસજિણિંદુ ઈદ નરિક્રિહિ વંદિયાએ, દીઠઈ મણિ આણંદુ ભરિયસર જિમ ઉલટઈએ. ૬ પાછઈ પણમિસુ નેમિરાય મઈ પરિહરણ પહુ, પગુલઈ ખેમિ ચાલિસ સિવપુરિ વાટડિય. ૭ હિલ જિણહર મઝારિ, જાઈ જોઉ વીરપ, સફ હુયઉ સંસારિ, મનુય જમારુ આહુ મહ. ૮