________________
વિનતી-સંગ્રહ
(1) શ્રી મુનિસુવ્રત સ્વામી વિનતી નગ ૨ જાંબૂ ત જગિ જાણીય, ભલપણુઈ જૂ પીઠિ વખાણીયઈ પ્રભુ તિહાં મુનિસુવ્રત ભેટિઇ, દુરિત બંધન વેગિ વિછૂટી ઈ. ૧ પ્રકટ સામિય તૂ ગુણ જેતલા, જલનિધિ જલબિંદુન તેટલા તિલતણુઈ તુષિમેંમતિ છઈ મવી,કિમસકઉં ગુણ તૂ સવી વણવી. ૨ કમલ વેચન તું સુખ ચન્દ્રમા, અમૃત વાણિય ચંદનની ક્ષમા. દશન પંક્તિ દાડિમની કલી, તુજ કહુઈ તુ તાપ ગયા લી. ૩ કુમતિની પુરિ વાત સુહામણી, પણ સવે પરિણામહ સામણ, કહિઉ ધમુ જિકે તઈ કેવલી, વિઘટતઉ નવિ દીસઈ તે વલી. ૪ ભવસમુદ્ર ચલૂ જિમતઈ ગણિક, સમરિ મહ મહાભડુ તઈ હgિઉ, વિમલ કેવલ પર તઈ કલી, ઈતરુ કાઈ સકઈ કિમ (મિલી. ૫ તુરગ કાજિ મહાપણુ આગમી, રણિ જન સાઠિ અતિક્રમી: નગરિ તૂ ભરુઅસ્થિ સમાસરિ, જુગતિ બલિ ચારુ નિરાકરિ. ૬ તઇ જિ કીધીય વાજિ વિષય જિસી, સુઝ ભણી કરુણા કરિમંતિસી, અહ અનેરુ કોઈ નથી ધણી, દઈન તૂ પઢવી હિત આપણી. ૭ ઈતિ શ્રી જયશેખરસૂરિકૃતા શ્રી મુનિસુવ્રતસ્વામી વિનતી.
વિવરણ મુનિ સુત્રતસ્વામીને સંબોધીને લખાયેલી આ વિનતીમાં કવિ જયશેખરસુરિ કહે છે કે જગવિખ્યાત જાંબૂ નામના નગરની સુંદરતા પૃથ્વીપીઠ ઉપર વખણાય છે. ત્યાં મુનિ સુવતપ્રભુને ભેટીને દુષ્કર એવાં બંધનથી જલદીથી છૂટી જઈએ.
હે નાથ! સમુદ્રનાં જલબિંદુએથી પણ અધિક આપનામાં પ્રગટ ગુણ રહેલા છે. તલ જેવી તુચ્છ (અલ્પ) અમારી મતિ છે, જેથી આપના સકલ ગુણેને હું કેવી રીતે વર્ણવી શકું?
મ -૧૮