________________
મહાકવિ શ્રી જ્યોખરિ-ભાગ ૨
વિવરણ આ કાવ્યમાં સીમંધર, જુગમંધર વગેરે વીસ વિહરમાન તીર્થકરની સ્તુતિ કરવામાં આવી છે. કવિ કહે છે કે ઉપાર્જન કરેલું છે શાશ્વત સુખને જેમણે એવા આપ વિહરમાન જિનેશ્વરે જય પામ! મેલને મેળવ્યું છે એવા આપ જય પામે!
ભવરૂપી ભયને પારખ્યા છે એવા તથા સુરાસુરથી સેવા કરાયેલા એવા વીસ વિહરમાન અરિહંત દેવનુ હું વર્ણન કરું છુ.
શ્રી સીમંધર જિનવરનાં ચરણેને હું નમું છું. માનથી રહિત એવા જુગમંધર સ્વામીને નમું છું, સંસાર-દાવાનલથી યુક્ત એવા શ્રી બાહજિન તથા મોક્ષમાર્ગના એક સાર્થવાહ શ્રી સુબાહુ જિવના ચરણકમળને નમસ્કાર કરું છું.
ગુણોના સમૂહના સ્થાન સમાન શ્રી સુજાત જિનને હું મરું છું. શુદ્ધ ભાવવાળા સ્વયંપ્રભ જિનરાજને તથા જેમનું સુખ ચંદ્ર સમાન છે એવા ઋષભાનનને તથા અનંતવીય જિનને હું વદન કરું છું.
અજ્ઞાનરૂપી અંધકારને કાપનારા સુરપ્રભ પ્રભુને, પાપસમૂહ જેને નષ્ટ થઈ ગયો છે એવા વિશાલ જિનવરને, શ્રેષ્ઠ જ્ઞાનયુક્ત ગંભીર વાણીવાળા શ્રી વાધર સ્વામીને અને ચંદ્રાનન જિનનું હું ચિત્તમાં ધ્યાન ધરું છું.
નગરદ્વારની અગલા જેવા વિશાળ છે બાહુ જેના એવા શ્રી ચંદ્રબાહુ સ્વામીને, બહુ ગુણોથી યુક્ત શ્રી ભુજન સ્વામીને એક પળ પણ જે વિસરાતા નથી એવા ઈશ્વરજિનને અને વિશાળ નિર્મલ ગુણથી યુક્ત શ્રી નેમિપ્રભુને હું વંદન કરું છું.
ધીર એવા શ્રી વીરસેન પ્રભુનું હું દયાન કરું છું. મેહરૂપી સેનાને હણનારા મહાભદ્ર સ્વામીને, જગતના સારરૂપ વસા સ્વામીને અને ઉદાર એવા શ્રી અજિતવીય અરિહંતને હું વંદન