________________
વિનતી સંગ્રહ
ર૩૯ વિવરણ આ સ્તવનમાં કવિ જયશેખરસૂરિ પાર્શ્વનાથ ભગવાનની વિવિધ મોટાં તીર્થોના નિદેશ સાથે જીરાવલા પાર્શ્વનાથ તીર્થને વિશિષ્ટ મહિમા દર્શાવે છે.
કવિ કહે છે કે જગતનાથ શ્રી છાવલાપ્રભુને હું જુહારું છું. પ્રભુ પાર્શ્વને પૂજીને સર્વ કાર્ય સિદ્ધ કરું છું.
ચારૂપ મંડન અને પંચાસરા મંડન શ્રી પાર્શ્વપ્રભુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ પણ આશા પૂરે છે અને સર્વ રોગને દૂર કરે છે. સ્થભન પાર્શ્વનાથ, અંતરીક્ષ પાર્શ્વનાથ, અવતી પાર્શ્વનાથ તથા સેરીસા પાર્શ્વનાથ મહાસિદ્ધિદાયક તરીકે સુપ્રસિદ્ધ છે. પ્રભાસમંડન, દીવમડન, અજાહરા, કબેઈમંડન અને મનમોહન પાશ્વનાથનાં તીર્થો જગતમાં જાણીતા છે. નવખંડા પાર્શ્વનાથ અને નવ૫૯લવા પાર્શ્વનાથ સમુદ્રકિનાર છે. કલિડ પાર્શ્વનાથ અને કરંટમડન પાર્શ્વનાથ પણ ટીપે છે. અહિછત્રા પાર્શ્વનાથ, વાણારસી પાર્શ્વનાથ, ડાઈમાં લઢણ પાશ્વનાથ મણિરંગ તથા નાગઢમાં પાશ્વનાથ પ્રભુનાં મેં દર્શન કર્યા છે. ફલોધિ અને પાલીતાણ(અથવા પાલી-રાજસ્થાન)ના પાપ્રભુ પણ શોભે છે.
ખંભાતમઠન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના પ્રતિમાજીને મહિમા ઘણું મટે છે. સમી અને સામિણ ગામમાં શ્રી પાર્શ્વપ્રભુ શોભાયમાન છે. ઉંબરવાડિયા પાર્શ્વનાથ હૃદયને આનંદ આપે છે.
હે પ્રભુ! હું આપની કેટલી કલાઓનું વર્ણન કરું? જાણ્યા વિના બેઉવાથી તે ચિત્ત કંપિત થાય છે. જેઓનું જીરાવાલા પાર્શ્વનાથનાં નામમાં એક વખત મન લાગી જાય છે તેઓ તેમાં જ મગ્ન બની જાય છે. જીરાવલા પ્રાર્થપ્રભુની ભક્તિથી સર્વ સુખે દૂર થાય છે અને સર્વ સંપત્તિઓ પ્રસન્ન થઈને પોતાની મેળે ચરણમાં આવીને વસે છે.
હે પાર્શ્વનાથ પ્રભુ! જીરાવલા જઈને આપના દર્શન કરવાના