________________
પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય
૨૧૩ દવ જિમ દીઠઈ કરુણએ કરણુઈ એ હિસું નિકામુ, મરુઉ વરુઉ દમનિકિ મન કિહિ નહીં ય વિશ્રામૃ. ૧૧
ચંચલ ચંપક કેરક ચાર કહ€ જિ ન ચીતિ, તઉં પરિહરિયાઈ ષટપદિ સાદિ સજાતીપ્રીતિ પાડલ પરિમલ પૂજતી ધ્રુજતી પવન સચારિ, નવ રગિઈ વનિ વિકસતી અસલી જિમ ન વિચારિ. ૧૪
વસંતાગમનના વર્ણન પછી કવિ વનમાં કૃષ્ણ, નેમિનાથ અને ગોપીઓ પધારે છે તેનું તથા યુવતીઓની વિવિધ ક્રીડાઓનું અને હોળી રમવાનું નિરૂપણ કરતાં લખે છે. જુઓ:
એક કરઈ રથ વાડિય વાડિય માહિ વિવેક, કુસુમ વિવાદ ચૂંટાઈ ખૂટઈ પલવિ એકિ, કુલ પણ તરતર રોડએ મેડઇએ તરુવર હાલિક ઉજજવલ નિર્મલ સરસીબ સરસીય યઈ બાલ. ૧૮ ગતિ રસ હંસ હરાવિય આવિય મનઈ મેલિ, પઈઠી જલિ હરિ રમણીય વિમણું કરિવા કેલિ; હરિ સીગા ભરી પાણીય રાપીય છાંટ ઝેમિ; તે હિય વણિ સનેઉર દેહર માત્ર નેમિ. ૨૦
આ પ્રસંગે સત્યભામા અને રુકમિણી વગેરે નેમિનાથને ઘેરી વળે છે અને લગ્ન કરવા માટે મહેણું મારતાં કહે છે કે તમારા ભાઈ કૃષ્ણને પરણવા માટે ૩૨ હજાર તરુણ મળી તે તમને શું એક તરુણ નહીં સાંપડે? કવિ લખે છે :
તાહરઈ બધવાઇ પરિણિય તરુણીય સહસ બત્રીસ તુજઝ એકઈ નવિ સાંપડી કાપડી જિમ નિસિદીસ. ૨૬
છેવટે નેમિનાથ જિમતી સાથે પરણવા સંમત થાય છે. લગ્ન લેવાય છે. લગ્નની તૈયારીઓ થાય છે. નેમિનાથની જાન નીકળે