________________
ત્રિભુવનદીપક પ્રબંધ
૨૦૭ સાથે રણમાં જ રહ્યો છે. માટે તે સવામી! ઝળહળે, વિલંબ કરે. નહીં.”
રાણીના સૂચનથી પરમહંસ સચેત (જાગ્રત) થાય છે અને તેથી પરમજ્યોતિ પ્રકાશ પામે છે, પાપરૂપી પાશ પોતાની મેળે જ તૂટી જાય છે. પરમહંસ રાજા સતી એવી ચેતના રાણુના વચન પ્રમાણે કાયાને ત્યાગ કરી મુક્ત થાય છે.
ફાગણ ઋતુ ગયા પછી ગહગહે છે, ગ્રીષ્મઋતુ ગયા પછી નદીમાં પૂર આવે છે. કૃષ્ણ પક્ષ પછી ચંદ્રની વૃદ્ધિ થાય છે. સાગરમાં એટ પછી ભરતી આવે છે. દડે પડીને પાછા ઊંચે આવે છે, કપૂર તે કપૂરના ઠામમાં જ પડે છે તેમ પુણ્ય પસાથે ભાવઠને ભાગી પરમહંસ રાજા પુનઃ રાજ્યને પ્રાપ્ત કરે છે. કવિ પરમહંસની મહત્તા સમજાવતાં લખે છે : પરમહંસ સહુ કોઈ જ પઈ, પરમહંસ દિgયર જિમ તપ, પરમહંસ લગઈ ભાઈ ભ્રતિ, પરમહસિ તક લાગી ખંતિ, એહ જિ મંગલ ઉચ્છવ એ૯, એહ જિ માઈ બાપ એ દેઉ, ઈશુ તીરથિ ન્હાતા હુઈ સુદ્ધિ, એ સારસ્વત પૂરઈ બુદ્ધિ. ૪૩૦ કપમ કામધેનું એ હેઈ, ચિંતામણિ એ અવર ન કોઈ, એહ જિ સિદ્ધિ પુરી નઉ પંથ, એહ જિ જીવન સિવહીં ગ્રંથ. ૪૩૧ મૂલ મંત્રમણિ એ મનિ માનિ, ત૫ જપનીં ફલ એહનઈ ધ્યાનિ ઈણિ સવિ સંપદ આવઈ પૂરિ, ઈમ બેલઈ જયશેખરસૂરિ. ૪૩ર
[પરમહંસ(પરમાત્મા)ને સહુ કઈ જપે છે, પરમહંસ સૂર્ય જેમ તપે છે. પરમહંસને આરાધવાથી ભ્રાન્તિ ભાંગે છે, તેથી પરમહંસને અંતે આરાધો. એ જ મંગળ, એ જ ઓચ્છવ, એ જ માતા