________________
સર્વજ્ઞ
એ સંદેહ કદી પણ હેતે નથી. હું છું—એવું પ્રત્યેક આત્માને થતું સ્વ–સંવેદ્ય જ્ઞાન અસંદિગ્ધ હોય છે અને તે જ આત્માના અસંદિગ્ધ સ્વભાવને સિદ્ધ કરે છે. '
આત્મા જ્ઞાનસ્વભાવવાળો હોવાથી, પ્રકાશસ્વભાવવાળા છે. ઘટ જ્ઞાનસ્વભાવવાળો નથી, તેથી પ્રકાશ-સ્વભાવવાળે પણ નથી. આત્મા જ્ઞાનસ્વભાવવાળે નથી, એમ કઈ રીતિએ કહી શકાય તેમ નથી. કારણકે આત્મા જ્ઞાનસ્વભાવવાળો છે, એ વાત પ્રત્યેકને સ્વાનુભવસિદ્ધ છે.
જે, જે ક્રિયાને ક્ત હોય છે તે, તે ક્રિયાને વિષયહાઈ શકતો નથી. ગતિક્રિયાને કર્તા રૌત્ર ગતિકિયાને વિષય નથી. એ રીતે જ્ઞપ્તિક્રિયાને કર્તા આત્મા પણ જ્ઞપ્તિક્રિયાને વિષય બની શકે નહિ. જ્ઞપ્તિકિયા પ્રકાશસ્વભાવવાળી છે, તેથી આત્મા પણ પ્રકાશસ્વભાવવાળે છે. આત્મા અને કર્મ–
પ્રકાશ-સ્વભાવવાળો હોવા છતાં આત્મા કેમ સર્વ વસ્તુને જાણી શકતું નથી ?—એવી શંકા નહિ કરવી કે કારણ કે જ્યાં સુધી આત્મા ઉપરથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવરણ સંપૂર્ણપણે ખસ્યું નથી, ત્યાં સુધી આવરણવાળા સૂર્ય-ચન્દ્રની જેમ આત્મા પણ સંપૂર્ણ પ્રકાશ કરનાર બનીશકતા નથી.
પ્રબળ પવનના પ્રહારથી વાદળ દૂર થઈ ગયા બાદજેમ સૂર્ય-ચન્દ્ર સંપૂર્ણ પ્રકાશે છે, તેમ પવનતુલ્ય ધ્યાન અને ભાવનાના બળથી આત્મા ઉપરનાં આવરણે પણ