________________
ધર્મશ્રદ્ધા
જ્યારે વિલય પામે છે, ત્યારે તે પણ સંપૂર્ણ પ્રકાશી ઊઠે છે. જેમ સુવર્ણને અનાદિ મલ, ક્ષાર અને માટીના પુટપાકાદિ વડે નાશ પામે છે, તેમ અનાદિ પણ જ્ઞાનાવરણીયાદિ કર્મની સત્તતિ, પ્રતિપક્ષભૂત રત્નત્રયીના સતત અભ્યાસથી નાશ પામે છે.
“અમૃત ચેતનાશક્તિને મૂર્ત કર્મો કેવી રીતે આવરણ કરી શકે? એવી શંકા પણ નહિ કરવી. કારણ કે અમૂર્ત ચેતનાશક્તિને મૂર્ત મદિરા, કેદ્રવ આદિથી થતું આવરણ પ્રત્યક્ષ અનુભવાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતી વસ્તુને સિદ્ધ કરવા માટે અન્ય પ્રમાણેની આવશ્યક્તા નથી. સર્વ ચેષ્ઠ આગમપ્રમાણ તે એનું સમર્થન કરે