________________
માન્યતા એકતરફી અને ગેરસમજવાની છે. ધારો કે લડાઈઓએ જનસમાજને નુકસાન કર્યું હોય તે પણ કેટલું કર્યું છે? જ્યારે બીજી બાજુ ધમેં માનવસમાજનું ભલું કેટલું કર્યું છે? એ બેને હિસાબ મેળવવામાં આવશે તે નુકશાન તે બહુ જૂજ અને મોટે ભાગે કપિત અને આરેપિત જણાઈ આવશે અને ફાયદે અનન્તગુણે દેખાઈ આવશે. સર્વત્ર પતનના અસાધારણ દબાણ નીચે પણ મંગલ અશવાળી જે કાંઈ સ્થિતિ જગતમાં નજરે દેખાય છે, તે એક ધર્મરાજની મહાસેવાનું પરિણામ છે.
એ મોટા પરિણામ સામે ઈતિહાસના પાને છેડી લડાઈઓ, બેટી કે સાચી રીતે નોંધાઈ હોય, તેની શું કિંમત છે? જે કે એટલું પણ નુકશાન ન હોય તે સારું, પણ કુદરતના કાનુનમાં એવું સંભવિત ક્યાં છે? એક જ કપડું હોય તેવી કટોકટીની સ્થિતિમાં તે કપડું એકાદ-બે સ્થળે ફાટેલું છે, એમ માનીને તેને ફેંકી દેવું, એ શું યુક્તિયુક્ત છે કે ઉઘાડા કે નાગા ફરવા કરતાં, સાંધી લેવાની સગવડ ન હોય તે પણ, તે ફાટેલા કપડાથી શરીરનું ટાઢ-તડકા સામે રક્ષણ કરવું અને લાજ ઢાંકવી એ જ ડહાપણભર્યું છે. તદન કારણ વિના કદી લડાઈઓ ઉત્પન્ન
થતી નથી અને કવચિત કારણ વિના પણ ઉત્પન્ન થાય , તે ધર્મ સિવાયના પ્રસંગોમાં પણ એવી માનવ વ્યક્તિઓ કે સંસ્થાઓ નથી લડતી?