________________
અહિંસા
પ્રશ્ન જીવ અમર છે, તે પછી તેને વધુ શી રીતિએ થાય?
ઉત્તર જીવને એકાને અમર (નિત્ય) માનનારના મતે જીવની હિંસા ઘટતી નથી અને એકાન્ત અનિત્ય માનનારના મતે પણ ઘટતી નથી, કારણ કે અનિત્યવાદિના મતે જીવ ક્ષણે ક્ષણે મરી રહ્યો છે અને નિત્યવાદિના મતે જીવ મરતું જ નથી. એ રીતે શરીરથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન માનનારના મતે પણ જીવની હિંસા ઘટી શકતી નથી. સર્વથા ભિન માનવાથી શરીર મરવા છતાં જીવ મરતે નથી. સર્વથા અભિન્ન માનવાથી શરીરની સાથે જ આત્મા મરણ પામે છે. પછી તેને દુખ ભોગવવાનું જ કયાં રહે છે? પરમાર્થદશી મહાપુરુષોએ જીવને વધુ ત્રણ પ્રકારે માને છે.
૧. મનુષ્યાદિ પર્યાયને નાશ કરવાથી, ૨. મરનારને દુઃખ ઉત્પન્ન કરવાથી, તથા ૩. આત્માને સંકલેશ (બીજાને મારવાની બુદ્ધિ)
થવાથી.