________________
૧૨૬
ધર્મ-શ્રદ્ધા
હોય છે. જે તરુણ વૃધ્ધને અનુસરે છે, તેને વૃદનું એ અપાર અને કિંમતી જ્ઞાન વગર પૈસે જ અને સહજ મળી જાય છે. વૃદ્ધોની સેવા એટલે વગર પૈસાને અનુભવ, વગર ફીનું જ્ઞાન કે વગર ખર્ચની કેળવણી. વૃધ્ધ પુરુષે, એ એક અપેક્ષાએ ભૂતકાળના બનેલા બનાના અનુભવથી ભરેલા ઐતિહાસિક ગ્રન્થ છે. જે તરુણ એવા વૃધ્ધને અનુસરવાની કે તેની સેવા કરવાની ના પાડે છે, તે તરુણ ભૂતકાળને ઈતિહાસ વાંચવાની જ ના પાડે છે. ભૂતકાળને ઈતિહાસ જાણ્યા વિના કઈ પણ કાર્ય નિવિદને પાર પડી શકે, એ આશા જ અસ્થાને છે. માટે વૃધ્ધોને અનુસરવું એ ગુણ છે, પણ યુવકે કે બાલકને અનુસરવું તે ગુણ નથી.
પ્રશ્ન સાધુપણું પાળવા માટે સાધુ વેષની જરૂર ખરી?
ઉત્તર અવશ્ય - સાધુપણું પાળવા માટે સાધુ વેષની જરૂર છે. કેટલાક માણસ એવા વિચાર ધરાવે છે કે સાધુવેષ ધારણ કરવા છતાં પણ, જે મહાવતેનું રીતસર પાલન કરવામાં ન આવે, ઉર્દુ અનેક પ્રકારની સંસારીએને પણ ન છાજે તેવી પ્રવૃત્તિઓમાં જીવન વિતાવવામાં આવે, તે એ સાધુવેષ ગ્રહણ કરવાથી વિશષતા શું? .
બીજી તરફ જે માણસને સંસાર ઉપર સાચે જ અણુ દા થશે હેય અને ઘેર બેઠા-દીક્ષાને લેબાશ છે. સાધુવેષ, તેને ધારણ કરી વિના જ પાંચે મહાવતનું