________________
શ્રદ્ધા
૧૨૫
જેમ બાલાનુસારીપણું ઈચ્છવાગ્ય નથી, તેમ તરુણાનુસારીપણું પણ ઈચ્છવાચોગ્ય નથી. યુવાની એટલે. ક્ષણિક વિચારેનું સ્થાન, યુવાન એ આશા અને ઉત્સાહતું પૂતળું છે. આશા અને ઉત્સાહ એ જ યુવાનોનું જીવનછે, તે પણ યુવાને યુવાવસ્થામાં વગર દારૂ પીધે સવા શેર દારૂના ઘેનવાળા હોય છે, એ ભૂલવું જોઈએ નહિ.
યુવાવસ્થામાં વૃત્તિ ચંચળ હોય છે. અવિચારી યુવક ભલભલાની સાથે અણબનાવ કરી બેસે છેઃ ઘડી. ઘડીમાં ગભરાઈ ઊઠે છેઃ અકળાઈ ઉઠે છે ન કરવાનું કરી નાખે છે. દિવાની અને ફ્રજદારી કેસમાં જે દાવાઓ ચાલે છે, તેના વાદી–પ્રતિવાદીઓને માટે ભાગ યુવાનને જ નજરે પડશે. યુવાની એ ગરમીવાળી દશા છે, તેથી જોખમદાર હાલાઓ ઉપર તેમને ચઢાવી દેવામાં આવતા નથી. યુવાને માં જેશ-શક્તિ હોય છે, પણ સાથે જ મગજનું ચલચિત્તપણું પણ હોય છે. એવા યુવાનને. અનુસરવાની હઠ કરનારા અંતે ખત્તા જ ખાય છે.
સરકાર કાર્ય પડે ત્યારે પેન્શનરેની સલાહ લે છે, પણ યુવક સંઘની સલાહ લેતી નથી. યુવાનેના વિચારે ક્ષણિક આવેશથી ભરેલા અને અસ્થિર હોય છે, એ જ કારણે જૈન શાસકારે પણ શ્રાવકેના એકવીશ ગુણેમાં વૃદ્ધાનુસારીપણાને જ ગુણ તરીકે મનાવે છે પણ બાલકકે તરુણાનુસારીપણાને ગુણ તરીકે મનાવતા નથી
જિનશાસ્ત્રો કહે છે કે વૃદ્ધોને જે જ્ઞાન મળે છે, તે. મફત નહિ પણ પગલે પગલે ઠોકર ખાઈન મેળવેલું,