________________
શ્રદ્ધા
૧૨૭
પાલન કરે, તે તેનું આત્મકલ્યાણ કેમ ન થાય? મન સાફ હોય તે દીક્ષા વગર પણ શું કલ્યાણું ન થાય? અને મન સાફ ન હોય તે દીક્ષા લેવા છતાં શું કલ્યાણ થાય? આ વિચાર ઉપલક દષ્ટિએ સારે અને સાચે લાગે છે, તે પણ તેની પાછળ ભારેભાર અજ્ઞાન ભરેલું છે.
આસપાસના સંગ અને સામગ્રીની માણસના મન ઉપર જબરી અસર થાય છે. સંગ અને સામગ્રીઓનું બળ આત્મા ઉપર ઓછું નથી. કલ્યાણના અથએ કલ્યાણમાર્ગમાં વિન નાખનાર ઘાતક સામગ્રીઓથી જેમ અને તેમ જલદી દુર ખસી જવું એ શ્રેયસ્કર છે. તીર્થંકરગણધર જેવા સમર્થ અને શક્તિશાળી પુરુષોને પણ આત્મય માટે ગૃહત્યાગનું વિધાન સ્વીકારવું પડયું છે.
વેષ અને રૂપમાં પણ ચમત્કારિક અસર છુપાયેલી છે. અનેક વખત પતન પામતાં આત્માને અટકાવનાર એક વિષ જ છે. દરેક વેષની પાછળ અમૂક પ્રકારની ભાવનાઓ રહેલી હોય છે. એક કમર અને નબળો માણસ પણ પિલિસને ડ્રેસ પહેરે, તે એ રાજ્યને અમલદાર ગણાય છે અને એનું અપમાન એ સમસ્ત રાજ્યનું અપમાન મનાય છે.
સાધુવેષની પાછળ પણ એક મહાન ભાવના રહેલી છે. એ વેશને ધારણ કરનાર આત્મા કર્મસત્તાને સેવક મટી ધર્મસત્તાને ઉપાસક બને છે, એનું અપમાન એ સમસ્ત ધર્મ સત્તાનું અપમાન , ગણાય છે. સાધુવેષ