________________
ધર્મશ્રદ્ધા
હોત. જંગલી મનુષ્ય પણ કટેકટી વખતે ધમની પ્રેરણું. મેળવવા માટે પ્રયાસ કરતે જોવામાં આવે છે.
ધર્મ ઉપર ભાર દેવામાં જ્ઞાનીઓની જનસમાજ પ્રત્યે. હિતની દષ્ટિ છે, કિન્તુ તેમાં ગતાનુગતિકતા, અંધ અનુકરણ કે અવિચારિત–પ્રવૃત્તિ નથી પરંતુ સુખ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતા માનવીને સુખ પ્રાપ્તિના સાચા માગે ચઢાવવાને જ્ઞાનીઓને એક માત્ર પ્રયત્ન છે. સદાચરણ એ ધર્મનું સ્થૂલ શરીર છે. સદ્દવિચાર એ ધર્મનું સૂક્ષ્મશરીર છે. કેટલાક નીતિને જ ધર્મનું સર્વસ્વ માને છેપણ વસ્તુતઃ નીતિ એ ધર્મનું ફળ છે.
ધર્મ વિના નીતિની ઈમારત રેતીના પાયા ઉપરઊભેલી છે. ધર્મભાવનાવડે જ નીતિ ઉપર અખંડ શ્રદ્ધા ટકી રહે છે. જવનના કટેકટીના પ્રસંગમાં સહાયભૂત થનારાં નીતિના સૂત્ર નથી, કિતુ ધર્મભાવના છે. ધર્મને સાચા. નેહથી ભેટેલે કેઈ અતૃપ્ત રહ્યો નથી. પરા કેટિની બુદ્ધિના વિદ્વાને ધર્મમાં જ શાનત થઈ ગયા છે. તેનું કારણ ધર્મ આત્મા ઉપર સીધી અસર કરે છે, અને આત્મા એ જ આ જગતમાં અમૃતતત્ત્વ છે.
પ્રશo ધર્મના જુદા જુદા વાડાઓ ઈર્ષ્યા, અસૂયા અને અસહિષ્ણુતાદિને ફેલાવી અધમની વૃદ્ધિ નથી કરતા ?'
ઉત્તર૦ વાડા, વંડીઓ કે સંપ્રદાચની અનિષ્ટતા જેમ આગળ કરવામાં આવે છે, તેમ તેની અનિવાર્યતા તરફ પણ લક્ષ્ય આપવું જોઈએ. જંગલના પશુઓની