________________
ધર્મ
જેમ કુદરતના નૈસર્ગિક મહેલમાં વિચરવાને વિચાર ઘણે સુંદર લાગે છે, તે પણ માનવીઓ રહેવા માટે ઘર સજે છે, રાજકીય કે સામાજિક પક્ષમાં જુસ્સાભેર ભળે છે, જુદા જુદા દેશે અને રાષ્ટ્રોના વાડાઓ બાંધે છે અને તેની રક્ષાના નામે લા મનુષ્યોની આહુતિઓ મણ આપે છે. એ બધા વાડાઓને બાંધવા, પિષવા અને ટકાવી રાખવા અને કેવળ ધર્મના વાડાઓ ઉપર જ કટાક્ષ કરે, એ વાડાને કંટાળે નથી પણ ધમને ધક્કે ચઢાવવા માટેનો પ્રયત્ન છે.
પ્રત્યેક ક્ષેત્રમાં વાડાઓ બાધવા તરફ મનુષ્યનું સ્વાભાવિક વલણું છે અને એ વાડાની મમતા જ મનુષ્યમાં ઉત્સાહ અને ઉમંગને પ્રેરે છે. એનાથી અનિષ્ટ નિપજે છે, પણ એ અનિષ્ટને આગળ કરી વાડાબંધી નાબૂદ કરવાને પ્રયાસ કરનાર ધમથી સર્વથી વંચિત રહી જાય છે.
ધર્મ એ માનવીને મન એક શાકભાજી જેવી ચીજ નથી કે જે હોય તે ચાલે. પ્રેમ એ જેમ સવંયભૂ છે, તેમ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ પણ સ્વયંભૂ છે. ધર્મના વિષયમાં સર્વનાં મન એક જગ્યાએ કરતાં નથી. ભૌતિક પ્રેમની -જેમ ધર્મશ્રદ્ધામાં પણ જેનાં મન જ્યાં ઠર્યા ત્યાં જ કરે છે. ધર્મના સંબંધમાં બધા વાડાઓનું ઐક્ય કરવાને મથતા આદમી એક નવા જ વાડાને ઊલે કરનારે થાય છે, અથવા કોઈ પણ પ્રકારના ધર્મથી સર્વથા વાંચિત રહી જાય છે.